બનાસકાંઠામાં પોલીસે રંગે હાથે ભૂતને ઝાડ પરથી પકડી પાડ્યું..

Spread the love

બનાસકાંઠામાં પોલીસે રંગે હાથે ભૂતને ઝાડ પરથી પકડી પાડ્યું..

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસથી ચુડેલ હોવાની અફવા સમગ્ર વિસ્તારમાં ફેલાતા ડરનો માહોલ ઉભો થયો છે. જ્યારે આ કેસ પોલીસની પાસે પહોંચ્યો અને તેની તપાસ કરાઇ ત્યારે એક અલગ જ સચ્ચાઇ સામે આવી છે.થોડાંક દિવસ પહેલાં જ સ્થાનિક લોકોએ એવો દાવો કર્યો હતો કે ગુજરાત-રાજસ્થાન સરહદ પર અમીરગઢ સરહદ ચોકીની પાસે ગોટા ગામના જંગલોમાં તેમણે કથિત રીતે એક મહિલાને ફરતી જોઇ હતી. આ અફવા બાદ બાકી લોકોએ આત્મા અને ભૂત-પ્રેતની અલગ-અલગ કહાનીઓ બતાવાનું શરૂ કરી દીધું હતું. આ લોકોમાંથી કેટલાંયે ઝાડમાં એક છોકરીને જોવાની વાત કહેતા કહ્યું કે તે પાંદડા અને ડાળીઓમાંથી ડરામણા અવાજો આવે છે.

આ ઘટના ની વચ્ચે પોલીસે 11મી ઑક્ટોબરના રોજ ગાયબ થયેલ શિકારવેરી ગામની 18 વર્ષની છોકરીને પણ શોધવાનું શરૂ કરી દીધું હતું. એક સ્થાનિકનું કહેવું હતું કે વૃક્ષ પર જે છોકરી છે, તે ગાયબ છોકરી હોઇ શકે છે. ત્યારબાદ પોલીસે આસપાસના ગાઢ જંગલોમાં પણ તેને શોધવાનું શરૂ કર્યું. એક સ્થાનિક પોલીસવાળાએ કહ્યું કે અમે તેને ઝાડની એક મોટી ડાળી પર સૂતી જોઇ હતી. જ્યારે અમે તેને ટોર્ચની રોશની નાંખી, ત્યારે તે ગાયબ થઇ ગઇ.

પોલીસવાળાએ કહ્યું અમે તેને કહ્યું કે જો ઝાડ પરથી નીચે ઉતરશે તો અમે તેની સમસ્યાઓનું સમાધાન કરીશું. કેટલીય વખત આશ્વાસન આપ્યા બાદ છોકરી નીચે આવી ગઇ. અમીરગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઇ બીઆર પટેલે કહ્યું કે જે સમયે છોકરી પોલીસને મળી ત્યારે તે રડતી હતી, બાદમાં તેના ભાઇને સોંપી દીધી. છોકરીના એક સંબંધીએ કહ્યું કે તે માનસિક રીતે બીમાર છે. તેના લીધે તેણે પોતાનું ઘર છોડી દીધું હતું. છેલ્લાં કેટલાંય દિવસથી છોકરીને શોધી આપવા અને ભૂતની અફવાને ખત્મ કરવા માટે પોલીસનો ખુબ ખુબ ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *