ફિલ્મ જગતના સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આજે વડોદરા પધારશે.

Spread the love

ફિલ્મ જગતના સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આજે વડોદરા પધારશે.
લાંબા સમય બાદ બચ્ચન આજે વડોદરાના મહેમાન બનશે. અમિતાભ બચ્ચનને પ્રતિષ્ઠિત સયાજી રત્ન એવોર્ડ આજે વડોદરા ખાતે એનાયત કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે નારાયણ મૂર્તિ,રતન ટાટાને આ એવોર્ડથી નવાજ્યા હતા. બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા એવોર્ડ વિતરણ કરવામાં આવશે.વડોદરાના દીર્ઘદ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડની યાદમાં બરોડા મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા સયાજી રત્ન એવોર્ડ આપવાની શરૂઆત કરાઇ હતી. આગામી આજે ત્રીજો એવોર્ડ કાર્યક્રમમાં 3000 મહેમાનોની હાજરીમાં ફિલ્મ જગતના મહાનાયક અમિતાભ બચ્ચનને સન્માનીત કરાશે.
બરોડા મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા વર્ષ 2૦13માં એક ઉત્તમ ઉદ્દેશ સાથે સયાજી રત્ન એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વડોદરાના દીર્ઘદ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)ની જન્મ જયંતિની ઉજવણી તેમજ તેમની સમાજ પ્રત્યેની ભાવનાને ધ્યાને રાખી એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં એવોર્ડ કોને આપવો તે માટે પણ કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા હતા. જેમાં પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડના વિચારોને ધ્યાને રાખવામાં આવ્યા હતા.

આજે બીએમએ દ્વારા ત્રીજી વખત સયાજી રત્ન એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવનાર છે.જેમાં ફિલ્મ જગતના સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને એવોર્ડથી સન્માનીત કરાશે. જે માટેના કાર્યક્રમ માટે નવલખી મેદાનમાં ભવ્ય સામીયાણો બનાવવામાં આવ્યો છે. જ્યાં 3000 જેટલા મહેમાનો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેની માટે 125 ફૂટ પહોળો અને 300 ફૂટ લાંબો એસી ડોમ બનાવવામાં આવ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *