સુરત કેબલ સ્ટેઇડ બ્રીજ પર પાણી ભરેલી ડોલ સાથે યુવકને જોઈ લોકો ચોકયા..!!

Spread the love

સુરત કેબલ સ્ટેઇડ બ્રીજ પર પાણી ભરેલી ડોલ સાથે યુવકને જોઈ લોકો ચોકયા..!!

સુરત શહેરનો પહેલો કેબલ સ્ટેઇડ બ્રીજ 2જી ઓક્ટોબરે જાહેર જનતા માટે ગુજરાતના મુખ્ય મંત્રી વીજય રૂપાણી ના હસ્તે ખુલ્લો મુકાયો. બ્રીજના લોકાર્પણ થતા ની સાથે જ ટ્રાંફિક વધી સ્વાભાવિક છે નવો બ્રીજ છે માટે સુરતીઓ ઉત્સુમ હતા. ટ્રાંફિક જામ થી લઈ લાઈવ થવાની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ ચાલી. બીજા દિવસે એટલેકે 3જી ઓક્ટોબરે ફેસબુક માં કેબલ સ્ટેઇડ બ્રીજ પર રખડતા પશુઓ અને પાનમાવો ખાઈ લાલ રંગે રંગાએલ બ્રિજના ફોટા ફરતા થયા. ખરેખર પશુઓ માટે પ્રશાસન જવાબદાર ગણાવી શકાય પણ પાનમાવો ખાઈ થુકીને ગંદકી કરવી એ માટે ની જવાબદારી પ્રશાસનની નહીં પણ દરેક નાગરિકોની ફરજ માં આવે છે. પણ જે રીતે બ્રિજને પહેલા જ દિવસે ગંદો કરાયો તે જોઈ એ ચોક્કસ માની શકાય કે થુંકનાર મહાનુભાવ જવાબદાર વ્યક્તિ નથી. તેમની માનસિકતા સામે પ્રશ્ન થઈ શકે છે.
જ્યારે લોકો સોશિયલ મીડિયામાં આવી તસવીરો પોસ્ટ કરી બળાપો કાઢી રહ્યા હતા. ત્યારે એક જુવાન આ બ્રીજ પર પાણી ભરેલી ડોલ લઈ દરેક થુકેલા ડાઘ સાફ કરવામાં મશગુલ હતો. બ્રીજ પરથી પસાર થનારા કુતુહુલ નજરે આ પ્રક્રિયાને નિહાળી આગળ વધી રહ્યા હતા. આ વ્યક્તિ સફાઈ કામદાર નથી. તેમનુ નામ છે અમિત તિવારી કદકાઠી થી સામાન્ય આ યુવાન પોતાની કામગીરીમાં લેશ માત્ર શરમ રાખ્યા વગર સંપૂર્ણ બ્રીજની સફાઈ કરી હતી. જ્યારે અમે તેમને પૂછ્યું કે તમને શું જરૂર પડી કે તમે અહીં સફાઈ કરી રહ્યા છો..?
તેના જવાબમાં અમિત તિવારી જણાવે છે. આ કેબલ સ્ટેઇડ બ્રીજ રાષ્ટ્ની સંપત્તિ છે એટલે કે આપણી સંપત્તિ જેમ આપણે આપણું ઘર ચોખ્ખું રાખીએ છીએ તેમ આપણી જવાબદારી બને છે આપને આપણી રાષ્ટ્રીય સંપત્તિને ચોખ્ખી રાખવી. ફક્ત ફોટો સોશિયલ મીડિયામાં નાખવાથી આપણે દેશ ભક્ત નથી થતા તે માટે તમારે કામગીરી કરવી પડે છે આજે હું પાણી ભરેલી ડોલ અને કપડાના ટુકડા સાથે મારી ફરજ પુરી કરવા અહીં આવ્યો છું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *