શા માટે ચાઈલ્ડ હેલ્પલાઇનને 1 માસ માટે બંધ રાખવાની ફરજ પડી..?

Spread the love

શા માટે ચાઈલ્ડ હેલ્પલાઇનને 1 માસ માટે બંધ રાખવાની ફરજ પડી..?
બાળકોનાં યૌનશોષણની ફરિયાદ કરવા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલી ટોલ ફ્રી હેલ્પલાઇન 1098 એક મહિના માટે બંધ કરી દેવાઈ છે. એનસીપીસીઆરના અધિકારીના જણાવ્યા અનુસાર હેલ્પલાઇન નંબર પોર્નોગ્રાફિક કન્ટેન્ટ સર્ચમાં પોસ્ટ થઈ જતાં લોકો દ્વારા આ નંબર પર સેક્સની ર્સિવસ માટે પૂછપરછ કરતા કોલ આવવા લાગ્યા હતા.

નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સના અધિકારીએ જણાવ્યું હતું કે, અમે વૈકલ્પિક નંબર જારી કર્યો છે. અમે બંધ કરાયેલા નંબરને ફરી કાર્યરત કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ. પોક્સો એક્ટ અંતર્ગત બાળકો વિરુદ્ધના જાતીય અપરાધોની જાણ કરવા માટેનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર સપ્ટેમ્બર મહિનાથી બંધ કરી દેવાયો છે. અધિકારીએ જણાવ્યું હતું કે, આ નંબર પર સેક્સની સેવાઓ અંગે પૂછપરછ કરતા કોલ આવવા લાગ્યા હતા. અમે કોલ કરનાર વ્યક્તિઓ સાથે વાતચીત કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, હેલ્પલાઇન નંબર પોર્નોગ્રાફિક વેબસાઇટો પર ઓનલાઇન પોસ્ટ થઈ ગયો હતો.

સેક્સવર્ડ સાથે ઓનલાઇન સર્ચ કરતાં સરકારનો હેલ્પલાઇન નંબર દેખાતો હતો, તેથી લોકો આ નંબર પર સેક્સની માગ કરતા કોલ કરવા લાગ્યાં હતાં. એનસીપીસીઆરના સભ્ય યશવંત જૈને જણાવ્યું હતું કે, અમે આ અંગે પોલીસફરિયાદ નોંધાવી છે, તે ઉપરાંત અમે સરકારી માલિકીની ટેલિકોમ કંપની એમટીએનએલ સાથે સમસ્યાનાં સમાધાન માટે સંપર્કમાં છીએ. આ નંબર અત્યારે એટલો પ્રસરી ચૂક્યો છે કે, જો તેને સ્થાને નવો નંબર જારી કરાશે તો તેનાથી વધુ ગૂંચવાડો સર્જાશે, તેથી અમે એ જ નંબરને ફરી સક્રિય કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ.એન.સી.પી.સી.આર. દ્વારા હાલ બાળકો વિરુદ્ધના જાતીય અપરાધોની ફરિયાદ માટે વૈકલ્પિક નંબર 2016 જારી કર્યો છે, તે ઉપરાંત એનસીપીસીઆરની વેબસાઇટ પર એક ઈ-બોક્સનો પ્રારંભ કર્યો છે જેના પર ઓનલાઇન ફરિયાદ કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *