રિમાન્ડ લેતી વખતે માર ન મારવા માટે 30 હજારની માંગણી કરતા બે પોલીસ જવાન વિરુદ્ધ ગુનો નોંધાયો

Spread the love

રિમાન્ડ લેતી વખતે માર ન મારવા માટે 30 હજારની માંગણી કરતા બે પોલીસ જવાન વિરુદ્ધ ગુનો નોંધાયો

રિમાન્ડ દરમિયાન માર ન મારવા માટે આરોપીના ભાઈ પાસે રૂપિયા 30 હજારની માંગણી બે પોલીસ જવાનો દ્વારા કરાઈ હતી. અને ઉધના ખાતે રૂપિયા લઈને બોલાવાયો હતો. જોકે બન્ને લાંચીયાઓને એ.સી.બી.ની ગંધ આવી જતા રૂપિયા ન સ્વીકારી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સુરત એસીબીએ વાતચીતના રેકોડીંગ આધારે બન્ને લાંચીયા પોલીસ જવાનો સામે ગુનો નોંધ્યો છે.

દેશી તમંચા અને કારતૂસ સાથે પકડાયેલા આરોપીને રિમાન્ડમાં માર ન મારવા અંગે રૂપિયાની બે પોલીસ જવાનો દ્વારા માંગણી કરાઈ હતી,હાલ થોડા દિવસો પહેલા એસઓજીએ લિંબાયતમાંથી એક શખ્સને દેશી તમંચા અને કારતૂસ સાથે પકડી લિંબાયત પોલીસને સોપીં દીધો હતો. પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળ‌વ્યા હતા. રિમાન્ડ દરમિયાન માર ન મારવા અને કેસ હળવો કરવા માટે આરોપીના ભાઈ પાસેથી લિંબાયત પોલીસના ડી.સ્ટાફના પો.કો રાજુ ભીનસેવરાવ અને જીઆરડીના જવાન કિરણ નાથુએ 30 હજારની રકમ માંગણી કરતા આરોપીના ભાઈએ ‘સુરત એન્ટી કરપ્શન બ્યુરો’નો સંપર્ક કરી પૂર્ણ માહિતી જણાવી હતી.

પરંતુ ગુરુવારની સવારે કોસ્ટેબલ રાજુ ભીવસેન રાવે આરોપીના ભાઈને 30 હજારની રકમ લઈને ઉધના ત્રણ રસ્તા ઉડીપી રેસ્ટોરન્ટ સામે બોલાવ્યો હતો. જ્યાં જીઆરડીનો જવાન કિરણ નાથુ પૈસા લેવા માટે આવ્યો હતો. એસીબીએ આરોપીના ભાઈને પંચ સાથે રૂપિયા લઈને મોકલતા જીઆરડીના જવાને શંકા ગઈ અને તેણે કોસ્ટેબલ રાજુ સાથે આરોપીના ભાઈની વાત કરાવી હતી. એસીબીની ગંધ આવી જતા જીઆરડીનો જવાન રૂપિયા લીધા વગર ત્યાંથી ભાગી ગયો હતો. સુરત એસીબીએ લિંબાયત પોલીસના ડીસ્ટાફના પો.કો રાજુ ભીનસેવરાવ અને જીઆરડીના જવાન કિરણ નાથુ સામે ડીમાન્ડનો કેસ કરતા બન્ને ફરાર થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *