દારૂના ધંધામાં નવા આવેલા યુવકની હરીફ બુટલેગરે કરી હત્યા

Spread the love

દારૂના ધંધામાં નવા આવેલા યુવકની હરીફ બુટલેગરે કરી હત્યા

દારૂના ધંધામાં નવા આવેલા યુવકની માથાભારે બુટલેગરે હત્યા કર્યા બાદ પોલીસે શરૂ કરી તપાસ,સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં શુક્રવારની મોડીરાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં એક બુટલેગરે અન્ય દારૂના ધંધામાં આવેલા યુવકની તલવારના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. બાદમાં હત્યારા નાસી છૂટ્યાં હતાં. જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં.પાંડેસરા વિસ્તારમાં આવેલા પિયુષ પોઈન્ટ નજીકની કનૈયા ડેરી પાસે શંભુ સુર્યનારાયણ શેટ્ટી અગાઉ ફર્નીચર બનાવવાનું કામ કરતો હોવાનું તેના પિતાએ જણાવ્યું હતું. કથિત રીતે છેલ્લા ચારેક મહિનાથી દારૂના ધંધામાં આવ્યો હતો. જેથી તેના હરિફ બુટલેગર મનોજ અને તેના સાથીઓએ ફોન કરીને શંભુને બોલાવી પીયુષ પોઈન્ટ પર મોડીરાત્રે તલવારના સાતેક ઘા ઝીંકીને હત્યા કરી નાસી છૂટ્યાં હતાં. બાદમાં પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

પાંડેસરાના પુનિતનગર રૂમનં. 157માં રહેતા શંભુનો મોટોભાઈ અને બે બહેનો છે. પિતા મેસ ચલાવીને ગુજરાન ચલાવે છે. મળૂ ઓડિશાના ગંજામ જિલ્લાનો રહેવાસી શંભુ ફર્નિચરનો કારીગર અને સુરવરવાઈઝર હોવાનું તેના પિતાએ જણાવ્યું હતું.શંભુને રાત્રે મનોજે ફોન કર્યો હતો. બાદમાં શંભુ પિયુષ પોઈન્ટ પહોંચ્યો હતો. જ્યાં શંભુ પર મનોજ અને ટિયા દલાઈ સહિતના અન્ય બે અજાણ્યાઓએ હત્યા કરીને નાસી ગયા હતાં. જેને ભાળ મેળવવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *