ગાંધીનગરની મહિલા કોર્પોરેટરના પતિ તથા શૌચાલય કોન્ટ્રાક્ટરની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઇ.
ગાંધીનગરમાં મહાનગરપાલિકા દ્વારા ચાલતા 52 જાહેર શૌચાલય નિશુલ્ક ચલાવવામાં આવે છે
ગાંધીનગર માં મહાનગરપાલિકા દ્વારા 52 જાહેર શૌચાલય નિશુલ્ક ચલાવવામાં આવે છે, અને તેનું સંચાલન તથા સફાઇ સહિત જાળવણી માટે ટોઇલેટ દિઠ કોન્ટ્રાક્ટરને રૂપિયા 19, 500 ચૂકવવામાં આવે છે. સાંઇ એજન્સી અને સુલભ ઇન્ટરનેશનલ નામની પેઢીઓ આ કામ કરે છે. ત્યારે સાંઇ એજન્સીના કોન્ટ્રાક્ટર પાસેથી શાસક પક્ષ ભાજપના મહિલા કોર્પોરેટર પ્રવિણાબેન દરજીના પતિ કનુભાઇ દરજી દર મહિને રૂપિયા લેતા હોવા વિષેની તથા કોન્ટ્રાક્ટર ને હેરાન થવા સંબંધી વાતચીતની ઓડિયો ક્લિપ વાઇરલ થઇ ગઇ છે. તેમાં સ્થાયી સમિતિના ચેરમેન મનુભાઇ પટેલ બધી વાત જાણતા હોવાનું કનુભાઇ દરજી દ્વારા પોતે કહેવાયું છે
કોન્ટ્રાક્ટર ના કહયા મુજબ ચેરમેન 20ટકા માંગેછે.
આ શૌચાલયના કોન્ટ્રાક્ટર રાજુ ઉર્ફે બીટ્ટુ મુજબ ચેરમેન દ્વારા 20 ટકા સુધીની રકમની માગણી કરવામાં આવે છે, તે પુરી નહીં કરવાના કારણે અમારા બિલની રકમ 7 મહિનાથી રોકી રખાઈ તથા આ મુદ્દે હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સુધી મામલો પહોંચ્યો છે. મનુભાઇએ બિલ મંજુર કરતા ઓડિટર રશ્મિકાંતને પણ બેલ મંજુર કરે તો કાઢી મુકવાની ધમકી આપી છે. ત્યારે આ મુદ્દે સ્થાયી સમિતિના ચેરમેન મનુભાઇએ જણાવ્યું કે મને ખબર છે, કનુભાઇ એ કોન્ટ્રાક્ટર પાસેથી તેમના હિસાબ લખવાના મહિને 10 હજાર પડાવતા હતા
મનુભાઇના કહયા મુજબ બ્લેક લિસ્ટ અંગે કોન્ટ્રાક્ટર આક્ષેપ કરેછે
આ અધિકારીઓ તરફથી કોન્ટ્રાક્ટરની કામગીરી અત્યંત નબળી હોવાનો રિપોર્ટ પણ અપાયો છે, અધિકારીઓએ સ્થળ મુલાકાતમાં શૌચાલયોમાં અસહ્ય ગંદકી પકડી છે. પરિણામે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની વાત આવતા તે મનઘડત આક્ષેપો કરી રહ્યો છે.
વિપક્ષ નેતા આમાં ભાજપની ભૂંડી કામગીરી હોવાનું જણાવ્યું
મહાનગર પાલિકામાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યાનું અમે અનેકવાર કહ્યું છે અને ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ રચવાની માગણીઓ તેના કારણે જ કરી રહ્યાં છીએ, આ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી ભાજપ પક્ષે કરવી જ જોઇએ. કેમ કે શરૂઆત થી જ આવા લોકો ગેરરિતીઓ આચરી રહ્યાં છે. હવે ભાજપનો અસલી ચહેરો પ્રજા સમક્ષ આવી ગયો છે.તેથી આ મામલે હાલ નગરમાં ભારે વિવાદ ઉભો થયો છે.
સાંઇ એજન્સીના કોન્ટ્રાક્ટર રાજુ ઉર્ફે બીટ્ટુ અને ભાજપના મહિલા કોર્પોરેટર પ્રવિણાબેન દરજીના પતિ કનુભાઇ વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો ક્લિપમાં ચેરમેન દ્વારા 20 ટકા રકમની માગણી કરવામાં આવી રહી છે અને શૌચાલયનો કોન્ટ્રાક્ટર રાજુ ઉર્ફે બીટ્ટુ છે.જેમની વાતચીત આ પ્રમાણેની હતી
કનુભાઇ: બોલોજી
રાજુ ઉર્ફે બીટ્ટુ : આજે ચેક નાખ્યો છે, તો હું ઇચ્છુ કે સર આપ અમારા પર થોડી કૃપા કરી દો..
કનુભાઇ: શું કૃપા કરે.. તમે સાચુ બોલવાનું રાખો, કૃપા કરવા માટે જ કામ અપાવ્યુ હતુ, સાચુ બોલવાનું રાખો, તેમાં વધુ મજા આવશે, પુરો હિશાબ બીજા પાસે કરાવીશું તો તમારે દેવાના નીકળશે. પણ ગું તેમ કહેતો નથી, તમને પણ નુકશાન થવું ના જોઇએ, તમારી એજન્સી છે તો તમને પણ કંઇક મળવુ જોઇએ.
રાજુ ઉર્ફે બીટ્ટુ : જુઓ સાહેબ હવે આ વાત ફેલાઇ રહી છે તો સારૂ નહી થાય ને સર, બધી જગ્યાએ આ વતા પહોંચી રહી છે.
કનુભાઇ: બધી જગ્યાએ જાય તો ભલે, બધાને અને મનુભાઇ (ચેરમેન)ને ખબર જ છે, કે હું એક ટોઇલેટના લઉં છુ.
રાજુ ઉર્ફે બીટ્ટુ : હા..હા.. એ તો મેં આપને રૂપિયા 10 હજાર આપ્યા જ છે, પરંતુ કોઇ મહિનો આગળ પાછળ થઇ જાય છે, તેનાથી તમે સૌ પરેશાન થઇ જાઓ છો.
કનુભાઇ: કોઇક મહિનો? અરે તમને ચેક મળે એટલે મને આપી જાઓ યાર.., મારે પણ જરૂર હોય છે.
રાજુ ઉર્ફે બીટ્ટુ : સર 10 હજાર તો આપી જગયો છું ને, 10 હજાર આપ્યા જ છે ને સર..
કનુભાઇ: આગળના મહિનાના પણ રૂપિયા 1 હજાર બાકી રાખ્યા હતા, પુરા બે મહિના પછી પણ તે ફોન પણ કર્યો?
રાજુ ઉર્ફે બીટ્ટુ : સર તેમાં તો 25 હજાર આપી જ દીધા હતા ને.
કનુભાઇ: તેમાં 1 હજાર ઓછા હતા
રાજુ ઉર્ફે બીટ્ટુ : જી.. તેમાં 1,000 ઓછા હતા, 24 હજાર હતા સર.
કનુભાઇ: તું બિહારી (પેટા કોન્ટ્રાક્ટર)ને શું આપે છે, મને શું આપે છે, તે બધું હું લખીને રાખુ છું ભાઇ,
રાજુ ઉર્ફે બીટ્ટુ : મેં 34 હજાર જ આપ્યા છે, 34 હજાર તો મળ્યા ને,
કનુભાઇ: હા.,34
રાજુ ઉર્ફે બીટ્ટુ : બાકીના હું આપી જઇશ સર, પણ અમે પણ ક્યાંથી લાવીશું..અમને જો પૈસા નહીં મળે તો અમે તો મરી જઇશું ને સર.
કનુભાઇ: એ તો મળશે.. કોઇ મરી નહીં જાય.. મળી જશે
રાજુ ઉર્ફે બીટ્ટુ : તમે સર માત્ર બિહારીને જ મદદ કરો છો,
કનુભાઇ: ના.. ના એવું નથી, હું બિહારીને પણ મદદ કરૂ છુ અને તમને પણ તમે મારી સાથે સીધા ચાલો, એમ કહેવા માગુ છું
રાજુ ઉર્ફે બીટ્ટુ : સર તમારા તો પહોંચતા જ રહેશે, તેની જરાપણ ચિંતા કરતા નહીં, પરંતુ અમારી થોડી મદદ કરતા રહો
કનુભાઇ: જાન્યુઆરી ઓકે હતો, ફેબ્રુઆરીના હિસાબમાં થોડી ગરબડ લાગી તો મે તમને કહ્યું, આરામથી સાથે બેસીને નક્કી કરીએ
રાજુ ઉર્ફે બીટ્ટુ : આવા હિસાબ 10 લોકો જોએ તો ખરાબ લાગશે
કનુભાઇ: એ તો મને પણ ખબર છે, મે મનુભાઇને જઇને કહ્યું કે હિસાબમાં આવું ચાલે છે, તો મનુભાઇએ મને કહ્યું કે બન્નેને અહીં બોલાવી લો.
રાજુ ઉર્ફે બીટ્ટુ : એમ કરીશું તો બીજા પડશે, એક કોર્પોરેટરે બિહારીને કહ્યું કે તમે અમને કંઇ ખવડાવતા નથી, માત્ર કનુભાઇને ખવડાવો છે. આવી રીતે બીજા તો ફાયદો જ ઉઠાવશે ને
કનુભાઇ: એવું તો થાય જ, મને ખબર છે, તે તમને દિવાળી પહેલા ફોન કરતો હતો…
રાજુ ઉર્ફે બીટ્ટુ : તો પછી આવી રીતે તમારી, બિહારીની અને અમારી બદનામી થશે
કનુભાઇ: બરાબર, ભલે આજે મળો, એકલા …
રાજુ ઉર્ફે બીટ્ટુ : જી સર.