ગૂગલે Google+ બંધ કરવાનો નિર્ણય લીધો, 5 લાખ યૂઝર્સનો ડેટા જોખમમાં

Spread the love

ગૂગલે Google+ બંધ કરવાનો નિર્ણય લીધો, 5 લાખ યૂઝર્સનો ડેટા જોખમમાં

ગૂગલે તેના સોશિયલ મીડિયા નેટવર્ક Google+ને બંધ કરવાનું જાહેર કર્યું છે. આ નિર્ણય એક બગને કારણે લેવામાં આવ્યો છે. જેના કારણે આશરે 5લાખ યૂઝર્સના ડેટા જાહેર થવાનો ડર હતો. માહિતી પ્રમાણે આ બગ સિસ્ટમમાં બે વર્ષથી રહેલો છે અને તે બહારના ડેવલોપર્સને કારણે આવ્યો હતો.પણ આ સોશિયલ નેટવર્કિંગ સાઇટને બંધ કરતા પહેલા તેણે આ બગને ઠીક કરી દીધો છે.અમેરિકાની નામાંકિત ઇન્ટરનેટ કંપનીએ કહ્યું કે ગ્રાહકો માટે Google+ નો સૂર્યાસ્ત થઇ ગયો છે. આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકને પડકાર આપવામાં નિષ્ફળ રહી હતી. Google+ ને બંધ કરવાનું મુખ્ય કારણ જણાવતા કહેવાયું કે ગૂગલને બનાવવાથી લઇને તેને ચલાવવામાં ઘણા પડકારો હતાં. જેના ગ્રાહકોની આશા પ્રમાણે તૈયાર કરવામાં આવ્યું હતું પરંતુ આનો ઉપયોગ ઓછો થતો હતો. આ જ તેના બંધ થવાનું સાચું કારણ છે.”

આ અગાઉ પણ સિસ્ટમ માંથી ડેટા લિક થયો હતો
– માર્ચ 2017માં ન્યૂયોર્ક ટાઈમ્સ અને લંડનના ઓબ્ઝર્વરે ફેસબુક ડેટા લીક સંબંધિત એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પોલિટિકલ કન્સલ્ટિંગ કંપની કેમ્બ્રિજ એનાલિટિકા સંબંધિત એક રિસર્ચરે પાંચ કરોડ ફેસબુક યુઝર્સના ડેટા ચોરી કર્યા હતા.આ માહિતીની મદદથી વોટર્સને સોશિયલ મીડિયા પર અંગત મેસેજ મોકલવામાં આવ્યા હતા.

આ ડેટાનો ઉપયોગ અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી સિવાય બ્રેગ્જિટ ચૂંટણીમાં પણ કરવામાં આવ્યો હતો.જાહેરાત બાદ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના શેરમાં 2.6 ટકાનો કડાકો દેખાયો છે. ગૂગલે એક નિવેદનમાં કહ્યું કે, અમને તે વાતનું કોઇ સબૂત ન મળ્યું કે કોઇ ડેવલોપરને બગ અંગે કોઇ જાણકારી હતી કે તેમણે એપીઆઈનો દુરૂપયોગ કર્યો. કોઇ પ્રોફાઇલના ડેટાના દુરૂપયોગનું પણ કોઇ સબૂત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *