ગુજરાતમાં વધુ એક ખેડૂતનો આપઘાત: કારણ બેન્કલોન ?

Spread the love

ગુજરાતમાં વધુ એક ખેડૂતનો આપઘાત: કારણ બેન્કલોન ?

ગુજરાત રાજ્યમાં આ વખતે વરસાદ ઓછો પડવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ઓછા વરસાદ પડવાથી પાક નિષ્ફળ જવાને કારણે એક પછી એક ખેડૂતો આપધાત કરી રહ્યા છે. હાલ એક એવી બાબત સામે આવી છે જેમાં પોરબંદરના રાણાવાવના ખેડૂતે પાક નિષ્ફળના ડરથી જીવન ટૂંકાવ્યું હતું.
ઘટના મુજબ વિરમ ઓડેદરા નામના 54 વર્ષીય ખેડૂતે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. વિરમ ઓડેદરા રાણાવાવના મહીરા ગામના નિવાસી છે. રાજ્યમાં 17 દિવસમાં પાક નિષ્ફળ જવાના ડરને કારણે અથવા પાક નિષ્ફળ જવાથી પાંચ ખેડૂતોએ આપઘાત કર્યાના સમાચાર મળ્યા છે. આ ઘટનામાં ખેડૂતે બેંક પાસેથી લીધેલા નાણાંની ભરપાઈ ન થતા આપઘાત કરી લીધો હતો. ખેડૂતે સ્યુસાઇટ કરતા પહેલા પોતાનો એક વીડિયો બનાવ્યો હતો અને તેને વાયરલ કર્યો હતો. ઘટનાને પગલે પોલીસે સ્યુસાઈડ નોટના આધારે તપાસ હાથ ધરી છે.હાલ રાજ્યમાં ત્રણ દિવસમાં પાક નિષ્ફળ જવાના ડરે ખેડૂતના આપઘાતનો આ બીજો બનાવ બન્યો છે. સાતમી ઓક્ટોબરના રોજ ગઢડાના ગુદાળા ગામ ખાતે એક ખેડૂતો પાંચ વિઘાનો પાક નિષ્ફળ જતાં આપઘાત કરી લીધો હતો.

ખેડૂતોના આપઘાતની બાબતમાં ગુજરાતરાજ્ય ભારતમાં ચોથું છે,તાજેતરમાં સંસદના ચોમાસું સત્રમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે દુષ્કાળ, પાક નિષ્ફળ જવાથી કે દેવામાં ડૂબી જવા સહિતના કારણોને લીધે ખેડૂતોનાં મોત અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટ પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 1,309 ખેડૂતો અથવા ખેતમજૂરોએ આપઘાત કર્યો છે. ખેડૂતોના આપઘાતના કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષના ખેતમજૂરોના આપઘાતના આંકડાઓ તપાસ કરવામાં આવે તો 2014થી 2017 દરમિયાન 132 ખેડૂતોએ આપઘાત કર્યો હતો.

 

2014થી 2016 દરમિયાન 1177 ખેતમજૂરોએ આત્મહત્યા કરી હતી, જ્યારે 2015ના વર્ષ કરતા વર્ષ 2016માં 35.5 ટકાનો વધારો થયો હતો. આ આંકડા એનસીઆરબી (નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *