ગુજરાતમાં પરપ્રાંતિય લોકો પર 50થી વધુ હુમલાઓની ઘટના 342 આરોપીઓની ધરપકડ કરાઈ

Spread the love

ગુજરાતમાં પરપ્રાંતિય લોકો પર 50થી વધુ હુમલાઓની ઘટના 342 આરોપીઓની ધરપકડ કરાઈ

સાબરકાંઠાનાં ઢુંઢર ગામમાં 14 માસની બાળકી પર બિહારનાં રવીન્દ્ર ગાંડે નામનાં વ્યક્તિએ દુષ્કર્મ આચરતા પોલીસે તેની તાત્કાલિક ધરપકડ કરી હતી. બાળકી પર થયેલા આ દુષ્કર્મનાં પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. આ ઘટનાને કારણે રાજ્યમાં પરપ્રાંતિયો પર હુમલાની અનેક ઘટનાઓ બની છે. છેલ્લા 7 દિવસમાં રાજ્યભરમાં પરપ્રાંતિયો પર 50 જેટલી હુમલાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે.

50 જેટલી હુમલાની ઘટનાઓમાં 75 લોકો ઇજાગ્રસ્ત થયા,છેલ્લા 7 દિવસમાં થયેલી 50 જેટલી હુમલાની ઘટનાઓમાં 75 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં પરપ્રાંતિયો પર હિંસક ઘટનાઓમાં પોલીસ અત્યાર સુધી 342 આરોપીઓની ધરપકડ કરી ચુકી છે.જો કે આ હુમલાઓને કારણે એક ભયનો માહોલ ફેલાયો છે જેના કારણે પરપ્રાંતિયો ગુજરાતમાંથી હિજરત કરી રહ્યા છે. હુમલાની સૌથી વધુ ઘટનાઓ મહેસાણા જિલ્લામાં બની છે. મહેસાણામાં 15 જેટલી અને સાબરકાંઠામાં 11 જેટલી હિંસક ઘટનાઓ બની છે.

પરપ્રાંતિયો પર હુમલાની ઘટનાઓ રોકવા ગુજરાત પોલીસનો એક્શન પ્લાન શરુ થયો છે,જો કે આ ઘટનાઓને ધ્યાને રાખીને ગુજરાત પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે જે અંતર્ગત પરપ્રાંતિયોનાં રહેણાંક અને કામકાજનાં સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવીને પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. મહેસાણામાં પરપ્રાંતિયો પર થયેલી 15 જેટલી હિંસક ઘટનાઓમાં 89 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

કયા કયા જિલ્લાઓમાં થઇ છે ઘટનાઓ ?

મહેસાણાં પરપ્રાંતિયો પર હુમલાની 15 ઘટનાઓ બની છે જેમાં 89 લોકોની ધરપકડ કરવામાં આવી છે, સાબરકાંઠામાં 11 ઘટનાઓ બની છે જેમાં 95 લોકોની ધરપકડ કરવામાં આવી છે, ત્યારબાદ અમદાવાદમાં 7 ઘટનાઓમાં 73, ગાંધીનગરમાં 3 ઘટનાઓમાં 27 અને અરવલ્લીમાં 2 ઘટનાઓમાં 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આમ સમગ્ર ગુજરાતમાં પરપ્રાંતીય લોકોપર હુમલાના બનાવો બનવા પામ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *