ગુજરાતના મંત્રીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા હોવાથી લોકોમાં આશ્ચર્ય.?

Spread the love

ગુજરાતના મંત્રીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા હોવાથી લોકોમાં આશ્ચર્ય.?

અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે ઉપરાંત અમદાવાદ સહિત ગુજરાત અનેક સરકારી મોટી હોસ્પિટલો છે કે જ્યાં તમામ પ્રકારના રોગોની સારવાર મળી શકે છે.આમ છતાં ગુજરાત સરકારના જુદાજુદા મંત્રીઓ મોટેભાગે પોતાની નાની-મોટી બીમારી કે રોગોની સારવાર કરાવવા માટે સરકારી હોસ્પિટલને પસંદ કરતા નથી, પરંતુ મોટી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કરે છે.

તાજેતરમાં જ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કેન્સરની સારવાર માટે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવી હતી ત્યારબાદ હવે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ પોતાના બંને પગની મુંબઇની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં દાખલ થયા છે.રાજ્ય સરકારના એક મંત્રી સોલંકીએ પણ મુંબઇમાં આવેલી એક કોર્વેટ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. આ સિવાય પણ અનેક મંત્રીઓ અને અધિકારીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર કરવાનું પસંદ કરતા નથી.

જોકે, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહની તબિયત લથડતા થોડા દિવસો પહેલા તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. પરંતુ મોટાભાગના મંત્રીઓ લક્ઝુરિયસ હોસ્પિટલમાં સાવા કરવાનું પસંદ કરે છે. આ બાબતને લઈને લોકોએ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ કરી છે જેમાં લોકો એકબીજાને જણાવી રહ્યા છે કે એક બાજુ સરકાર અને આરોગ્ય મંત્રી આપણને સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાની સલાહ આપતા હોય છે પરંતુ હવે પોતાને તકલીફ થઇ છે ત્યારે તેઓ લક્ઝુરિયસ હોસ્પિટલમાં જઈ રહ્યા છે. ગુજરાતની સરકારી હોસ્પિટલમાં સારી સારવાર કરી શકે તેમ નથી કે પછી સરકારના મંત્રીઓને પોતાના પર વિશ્વાસ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *