જૈન મુનિ શ્રી તરુણ સાગર મહારાજનું નિધન,આજે તેમના પાર્થિવ દેહને અપાશે અંતિમ સંસ્કાર

Spread the love

જૈન મુનિ શ્રી તરુણ સાગર મહારાજનું નિધન,આજે તેમના પાર્થિવ દેહને અપાશે અંતિમ સંસ્કાર

જૈન મુનિ અને રાષ્ટ્ર સંત તરુણ સાગરજી મહારાજનું આજે વહેલી સવારે નિધન થયું છે. આજે સવારે 3.18 વાગ્યે દિલ્હીમાં સમાધિમરણ થયું. તેઓ થોડા સમયથી બીમાર હતા. ઘણાં સમયથી સારવાર ચાલતી હોવા છતાં તેમને આરામ ન હતો થતો. અંતે તેમણે ગઈકાલથી સંથારાનો નિર્ણય લીધો હતો અને આજે વહેલી સવારે તેમનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કારની વિધિ આજે બપોરે 3 વાગ્યે દિલ્હી-મેરઠ હાઈવે પર આવેલા તરુણસાગરમ તીર્થ પર થશે. તેમની અંતિમ યાત્રા દિલ્હીના રાધેરપરથી શરૂ થઈને 28 કિમી દૂર તરુણસાગરમ સુધી થશે.

તરુણ સાગરજીને લગભગ ત્રણ સપ્તાહ પહેલા પીળિયો થઈ ગયો હતો. ત્યારબાદ તેમને મેક્ક્ષ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયતમાં સુધાર ન દેખાતા તેઓએ સારવાર કરાવવાની બંધ કરી દીધી હતી અને ચાતુર્માસ સ્થળે જવાનો નિર્ણય લીધો હતો. ગુરુવાર સવારે તેમની તબિયત વધુ બગડી તેથી તેમને ફરી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યારબાદ પોતાના ગુરુ પુષ્પદંત સાગર મહારાજની સ્વીકૃતિ બાદ સંથારા (ભોજન-જળ ન લેવું) લેવાનો નિર્ણય કર્યો. મુનિશ્રીના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું.રાષ્ટ્રપતિ ને આ દુખ:દ સમાચાર મળતા તેઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું જ્યા વડાપ્રધાન નરેન્દ્રમોદીએ પણ તેમના દુઃખદ અવસાન બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું
આજે બપોરે તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ અપાશે..

મુનિ તરુણ સાગરનું અસલી નામ પવન કુમાર જૈન છે. તેમનો જન્મ દમોગ (મધ્ય પ્રદેશ)ના ગુહજી ગામમાં 26 જૂન 1967માં થયો હતો. તેમની માતાનું નામ શાંતિબાઈ અને પિતાનું નામ પ્રતાપ ચંદ્ર છે. મુનિશ્રીએ 8 માર્ચ 1981માં ઘર છોડી દીધું હતું. ત્યારપછી તેમણે છત્તીસગઢમાં દીક્ષા લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *