Jio લાવ્યું મીડિયા કેબલ, ફોનને ટીવી સાથે કનેક્ટ કરી શકશો
ટેલિકોમ કંપનીમાં ખાસ ઓળખાણ ધરાવતી કંપની રિલાયંસ જિયો તકનિકિ દુનિયામાં નવા નવા ઉત્પાદનો રજૂ કરી રહી છે. સસ્તા અને શ્રેષ્ઠ ઇન્ટરનેટ પ્લાન સાથે સ્માર્ટફોન્સ અને ફીચર સ્માર્ટફોન પહેલેથી જ રજૂ કરી ચુકી છે. જિયો પોતાના ગ્રાહકોને ઘણી સુવિધાઓ ઓફર કરાવી રહી છેજીયો સ્માર્ટફોન અને ટીવીને કનેક્ટ કરવા માટે બજારમાં મીડિયા કેબલ કરવા જઈ રહી છે.આ કેબલમાંથી તમામ ટીવી સ્માર્ટફોનથી કનેક્ટ થઈ શકે છે. જેની કિંમત લગભગ 1,499 જણાવવામાં આવી રહી છે.
જિયોનો આ મીડિયા કેબલ બધી CRT અને નવી તકનિક આધારિત LCD અને LED પર કામ કરશે. તે માટે ડોંગલ પણ ઉપલબ્ધ કરાવશે.