માંગરોળના મહુવેજ ગામનો ખેડૂત ભૂખ હડતાળ પર કંપની દ્વારા ગેરકાયદેસર રોડ પર દબાણ કર્યાનો આક્ષેપ.

Spread the love

માંગરોળના મહુવેજ ગામનો ખેડૂત ભૂખ હડતાળ પર કંપની દ્વારા ગેરકાયદેસર રોડ પર દબાણ કર્યાનો આક્ષેપ.

માંગરોળના મહુવેજ ગામના સરકારી ગૌચારણ ની જમીનની હદમાં ઠાકોરભાઈ દેવજીભાઈ પરમારે જે બરસાડી -કોસંબાના રહેવાસી છે તેમણે મહુવેજ ગામની હદમાં મહાકાળી માતા તથા હનુમાનજીનું મંદિર બનાવેલ છે તથા કમ્પાઉન્ડની વોલ કરેલ છે.મળતી માહિતી મુજબ મંદિરની બાજુમાંથી અંજલિ ફેક્ટરી તથા ધામડોદ ગામના બ્લોક નં 392 માં રહેતા ભરવાડો દ્વારા ગંદા પાણીનો નિકાલ આ સરકારી ગૌચરણની જમીન મારફતે થતું હોવાથી અહીં પુષ્કળ ગંદગી જોવા મળેછે.

પશુઓના મળ મૂત્ર -તથા ફેક્ટરીના કચરાને કારણે મંદિરની પવિત્ર ભૂમિ માં લાગણી દુભાય તેવું વાતાવરણ થવાની જાણકારી મળી છે.ઉપરાંત બ્લોક નં 392 વળી જમીન બિનખેતી લાયક છે અને આ જમીન માંથી મહુવેજ નેશનલ હાઇવે ને જોડતો રસ્તો નકશામાં પણ બતાવવામાં આવેલ છે.શું કહેછે.? આ બાબત વિષે ત્યાંના રહેવાસીઓ સાંભળો તેમના શબ્દોમાં..

આ બ્લોક નં 392 ની અગાઉ સર્વેયર શ્રી સુનિલભાઈ ચૌધરી દ્વારા માંપણી પણ કરાઈ હોવાનું જાણવા મળ્યું પરંતુ આ માપણી મુજબ આ રસ્તા પર કયા કયા બાંધકામો નડતર રૂપ છે તથા રસ્તાની હદની યોગ્ય સફેદ ચૂનાની નિશાની પણ નથી જેથી શ્પશ્ટ થતું નથી કે કયા કયા દબાણો દૂર કરી શકાય.આમ આ ગંદા પાણીનો નિકાલ ગૌચારણ ની જમીન માં થતો હોવાથી આરોગ્ય જોખમાય નહિ તે માટે આ સમશ્યાનાં નિકાલ તથા ગટરલાઇનનું ગંદુપાણી બંધ કરવાનું અને રસ્તાના દબાણ દૂર કરવા માટે ઠાકોરભાઈ દેવજીભાઈ પરમાર મહુવેજ ગ્રામપંચાયતની સામે ઝાડ નીચે ભૂખ હડતાળ પાર ઉતાર્યા હતા.

જેના પરિણામે મહુવેજ ગામના સરપંચ,ડેપ્યુટી સરપંચ ધમદોડના તલાટી સરપંચ તેમજ મામલતદાર સાહેબશ્રી ઓફિસથી બે ત્રણ જવાબદાર અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા હતા અધિકારીઓ દ્વારા સમશ્યાનાં નિવારણનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.અને અંજની કંપની નજીક આવેલા ગુપ્તેશ્વર મહાદેવના મંદિરમાં બેસી પંચનામું પણ કરવામાં આવ્યું હતું કે 15 દિવસમાં હાઇવે ને જોડતા રસ્તાને ખુલ્લો મુકવામાં આવશે..હડતાળ પર ઉતરેલા ખેડૂતની તબિયત બગડતા તેને સારવાર અર્થે 108 દ્વારા લઇ જવામાં આવ્યો..
હાલ આ વાતને આઠથી નવ મહિના વીત્યા હોવા છતાં પણ આ સમશ્યાનું નિવારણ ન થતા તંત્ર ને જાગૃત કરવા માટે ફરી ખેડૂતોએ આંદોલન છેડ્યું છે.જેમાં ખેડૂતો વતી સુરેન્દ્ર ભાઈ રામુ ભાઈ પરમારે મહુવેજ ગ્રામપંચાયત સામે બેસીને અન્ન જળનો ત્યાગ કર્યો છે.અને જો કોઈ પગલાં ના લેવામાં આવે તો આત્મવિલોપન ની પણ ચીમકી આપવામાં આવી છે.ખેડૂતની હાલત વિષે શું કહ્યું ડોક્ટર સાહેબે સાંભળો તેમનાજ મુખેથી..

આંદોલને વેગ પકડતા તલાટી શ્રી પ્રવિણસિંહ તયાં આવી પહોંચ્યા હતા સુ કહેછે તેઓ સાંભળો તેમના શબ્દોમાં.

હાલ તેમનો ચોથો દિવસ છે.પરિણમે તેમની હાલત માં ઉત્તર-ચઢાવ થવા પામ્યો છે.જોકે દાક્તરો દ્વારા તેમની તપાસ પ્રક્રિયા પણ કરાઈ હતી.આમ આ દલિત સમાજનો સરકારી અધિકારીઓને પ્રશ્ન છે કે તેઓ તેમની માંગણી કેમ પુરી નથી કરી રહયા ?

રિપોર્ટર : પ્રવિણ વસાવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *