નવરાત્રીના ચાહકો માટે નિરાશાજનક ખબર,અવરોધ ઉભો કરશે આ પરિબળ. 

Spread the love

નવરાત્રીના ચાહકો માટે નિરાશાજનક ખબર,અવરોધ ઉભો કરશે આ પરિબળ. ગુજરાતમાં ફરી એક વખત વાવાઝોડાનો ખતરો વધી રહ્યો છે. તે સાથે વરસાદ ખેલૈયાઓ માટે નડતરરૂપ બની શકે છે. આ વખતની નવરાત્રિમાં વરસાદી માહોલ રહેવાનો યોગ બની રહ્યો છે. રાજ્યમાં 9મી ઓક્ટોબર પછી વરસાદ પડવાની શક્યતા સેવાઇ રહી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર અને સાયકલોન સ્ટ્રોગ વાવાઝોડા સાથે 12મીએ ઓમાન સાથે ટકરાવવાની શક્યતા હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં લુબાન ત્રાટકવાનો ખતરો હાલ પૂરતો ટળી ગયો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાત ઓમાન તરફ ફંટાઇ રહ્યું છે. ચક્રવાતની અસરના પગલે કેરળમાં હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. કેરળમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી ચૂકી છે.

દરિયાના તટિય રાજ્યોમાં 16મી ઓક્ટોબર સુધી સામાન્યથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. હાલમાં ખેડૂતોમાં કાપણીની સિઝન હોવાથી ભારે વરસાદ ખેડૂતોનો પાક બગાડી શકે છે. એક બાજુ રાજ્યમાં ઓછા વરસાદના કારણે કપરી સ્થિતિ ઉદ્દભવી છે, અને જો નવરાત્રિમાં કાપણીની સિઝન હોવાથી વરસાદ પડશે તો ખેડૂતોની સ્થિતિ વધુ કથળી શકે છે.

તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં ફરી એક વખત વાવાઝોડાનો ખતરો વધી રહ્યો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા હોવાથી દરિયામાં લો પ્રેશર અને ત્યારબાદ સાયકલોન સ્ટ્રોગ બનવાની શક્યતા હોવાથી જાફરાબાદના દરિયાકાંઠા સહિત તમામ બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં હવામાન ખરાબ હોવાથી આગામી 48 કલાક સુધી જ્યાં સુધી સુચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા સુચના અપાઇ છે.

હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. આગામી 24 કલાક દરમિયાન પવનની ઝડપ વધી શકે છે. દરિયામાં લો-પ્રેશર અને સાયકલોનના કારણે દરિયામાં પવનની ગતિ તેજ બનશે. જેથી પોરબંદર, દ્વારકા અને ગીર સોમનાથમાં 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવે વાવાઝોડું દક્ષિણ, ઓમાન, યમનના દરિયા કિનારા તરફ જશે. હાલ માછીમારોને ચેતવણીના ભાગરૂપે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *