નવરાત્રીમાં છોકરીઓએ રાત્રે બહાર જતા પહેલા કઈ સાવચેતી રાખવી ખુબ જરૂરી છે ?

Spread the love

નવરાત્રીમાં છોકરીઓએ રાત્રે બહાર જતા પહેલા કઈ સાવચેતી રાખવી ખુબ જરૂરી છે ?

આદ્યશકિત માંઅંબાનો પર્વ એટલે નવરાત્રી શરૂ થઇ ગયો છે. દરવખતની જેમ નવરાત્રિને લઇ આપણે ખુબ ઉત્સુક હોઈએ છીએ. ઘણા દિવસો અગાઉથીજ ગરબા રમવાની પ્રેક્ટિસ કરી લેતા હોઈએ જેથી આપનો નવરાત્રીનો અનુભવ ખુબ સરસ જાય,તથા જાતજાતના કપડાં તથા ચીજ વસ્તુઓની ખરીદી પણ અગાઉથીજ કરી લેતા હોઈએ છીએ.પરંતુ સાથે સાથે આપણે પોતાના પ્રત્યે કેટલા સજાગ છીએ તે વાતનું કેટલા લોકો ધ્યાન રાખે છે ? ખાસ કરીને છોકરીઓ માટે આ એક અગત્યનો પ્રશ્ન છે.આજકાલ સંભળતા સમાચારો તથા વાતાવરણથી આપણે સૌ કોઈ વાકેફ છીએ.અને તેને અણદેખુ કરી પણ ન શકાય તો ચાલો જોઈએ કે નવરાત્રીમાં આપણી સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કઈ કઈ સાવચેતી રાખવી જરૂરી છે.

સૌ પ્રથમ આપણે ગરબા રાતનાજ રમવા જવાના હોય તેથી તેના અગાઉ કેટલીક નાની પણ અગત્યની પૂર્વ તૈયારી રાખવી જોઈએ જેમકે રાત્રે ગરબા રમવા જતા પહેલા મોબાઈલ અચૂક સાથે રાખવો,તથા તેમાં ચાર્જીગ છે કે નહિ તથા બેલેન્સ પણ ચકાસી લેવું.
મોબાઈલમાં લોકેશન હંમેશા ઓન રાખવાની આદત પાડો,રમતી વેળા મોબાઈલ કોઈ વિશ્વાશું વ્યક્તિ પાસે રાખી તેને સમયે સમયે જોતા રહો,એકલા જવાનું ટાળો,બની શકે તો પાણીની બોટલ ઘરેથી લઇ જઈ શકો છો જેથી કરી કોઈ પણ રીતે તમને કોઈ છેતરી ન શકે,હંમેશા ગ્રૂપમાંજ રહો તથા નવા પરિચિત વ્યક્તિ સાથે તરત કોઈ સ્થળે એકલા ન જાઓ,પર્સમાં હંમેશા ચિલ્લી પેપર-સ્પ્રે અચૂક રાખો,આવવા જવા માટે હંમેશા ભીડભાડ વાળો રસ્તોજ ઉપયોગમાં લો,ઘરે બને તે રીતે વહેલા જવાનો પ્રયત્ન કરો,જો તમારા સાથી તમને વધુ વાર રોકાવા આગ્રહ કરે તો તેને ના પાડવાની આદત રાખો,પપ્પા કાંતો ભાઈ ને સાથે રાખો તો ખુબ સરસ,અને એકલા હોવ તો દરરોજ એકજ જગ્યા એથી આવવા-જવાનું ટાળો,ગાડી ના ઇંધણ નું પણ ધ્યાન રાખો,સહેલાઈથી કોઈ પણ વ્યક્તિ ને તમારો નંબર આપશો નહીં,અનિચ્છનીય વ્યક્તિ જો તમારો નિયમિત રીતે પીછો કરતો હોય તો તમે પોલીસને જાણ કરી શકોછો.આવી કોઈપણ શંકા થાય તો જોર જોરથી બૂમ પાડો,તથા તાત્કાલિક મદદ માટે જરૂરી હેલ્પલાઇનની પણ મદદ લઈ શકો છો.

આમ નવરાત્રી નો આનંદ પૂર્ણ રૂપે માણવા માટે સાવચેતીના પગલાં લેવા ખુબ જરૂરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *