ઓલપાડના કૂડસદ ગામમાં ધમધમતા દેશી દારૂના ભઠ્ઠા બંધ કરવા ગ્રામજનોની પોલીસમાં કરાઈ અરજી

Spread the love

ઓલપાડના કૂડસદ ગામમાં ધમધમતા દેશી દારૂના ભઠ્ઠા બંધ કરવા ગ્રામજનોની પોલીસમાં કરાઈ અરજી

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં કુડસદના ગ્રામજનો દ્વારા આ વિસ્તારમાં ચાલતા દેશી દારૂના ભઠ્ઠીઓ બંધ કરાવવા માટે કીમ પોલીસ સ્ટેશન તેમજ રેન્જ આઇજીને લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે કુડસદ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી દેશી દારૂના ભઠ્ઠાઓ બેરોકટોક ધમધમી રહ્યા છે. દેશી દારૂ બનાવીને ગામમાં વેચાણ કરવામાં આવે છે. તેમજ આસપાસના ગામોમાં પણ પહોંચાડવામાં આવે છે. દારૂની ખેપ મારવા માટે શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ દેશી દારૂના ભઠ્ઠાને કારણે અનેક પરિવારોના માળા પિંખાઈ ગયા છે. યુવાનો મોતના ખપ્પરમાં હોમાય રહ્યા છે. ગત 15 ઓગષ્ટના રોજ કુડસદ ગામના વિપુલ પટેલની હત્યાનો પણ આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી ગ્રામજનો દ્વારા આ દેશી દારૂના ભઠ્ઠા બંધ કરવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *