પાટીદાર આંદોલનને ફરી વેગ આપવા સુરતમાં પ્રતીક ઉપવાસ શરુ કરાયા

Spread the love

પાટીદાર આંદોલનને ફરી વેગ આપવા સુરતમાં પ્રતીક ઉપવાસ શરુ કરાયા..
ત્રણ વર્ષ પહેલા 25મી ઓગસ્ટે 2015માં જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે પાટીદારોના આંદોલનનો મહાજુવાળ જોવા મળ્યો હતો. જે તબક્કાવાર ઓસરી ગયો હોવાનું જણાય છે, ત્યારે આમરણાંત ઉપવાસ આંદોલન પર બેઠેલા હાર્દિકના સમર્થનમાં પ્રતિક ઉપવાસ દ્વારા ફરી આંદોલનને વેગ આપવામાટે સુરતમાં દરરોજ જુદીજુદી સોસાયટીઓમાં પ્રતિક ઉપવાસ આંદોલનના કાર્યક્રમો આપવામાં આવ્યાં છે.જેમાં આજે પણ પાંચેક સોસાયટીઓ જોડાઈ છે.

ત્રણ માંગો કેન્દ્રસ્થાને રખાઈ હોવાનું જણાવ્યું

સુરતના બહોળા પાટીદાર વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પ્રતિક ઉપવાસ આંદોલન ચાલી રહ્યાં છે. ત્યારે આજે એકી સાથે પાંચેક સોસાયટીમાં પ્રતિક ઉપવાસના કાર્યક્રમ આપવામાં આવ્યાં છે. પાટીદારોની મુખ્ય માંગ છે કે, પાટીદાર સમાજને અનામત, ખેડુતોના દેવા માફી અને અલ્પેશ કથીરિયા ને જેલ મુક્ત કરવામાં આવે. હાર્દિક પટેલની આ મુખ્ય માંગો સાથે તેમના સમર્થનમાં પાટીદારો ઉપવાસ પર જોડાયા છે.

આંદોલનને જીવંત રાખવાનો પ્રયાશ

સુરતના પાટીદારો દ્વારા પા.સ સમિતિના નેતૃત્વ હેઠળ આમરણાંત ઉપવાસ આંદોલનના સમર્થનમાં સોસાયટી-સોસાયટીઓમાં પ્રતિક ઉપવાસના કાર્યક્રમો યોજાશે. અને હાર્દિક પટેલને સમર્થન આપી આંદોલનને ફરી વેગવંતુ બનાવવામાં આવશે તેમ સુરત પાસના કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું.

આજરોજ જે સોસાયટીમાં આંદોલન રહેશે તેની વિગત આ મુજબની છે

1) સૂર્યમ રેસિડનસી.હરીદર્શન ના ખાડાની સામે સિંગનપુર. ડભોલી રોડ કતારગામ

2) નેતલદે સોસાયટી ની વાડી, સીતાનગર ચોક,પુણા ગામ.

3) શ્યામનગર સોસાયટી,નવાગામ,કામરેજ.

4) ધર્મરાજપાર્ક સોસાયટી ની વાડી, સીમાડા નાકા

પાટીદાર આંદોલનમાં જોડાયા કોંગ્રેસ અને આ.પના સમર્થકો

વરાછા વિસ્તારની સોસાયટીમાં છેલ્લા બે ત્રણ દિવસથી ચાલી રહેલા પ્રતિક ઉપવાસમાં કોંગ્રેસના કોર્પોરેટર સહિતના કાર્યકરો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ જોવા મળી રહ્યાં છે. ત્યારે સામાન્ય પાટીદારો ઓછી સંખ્યામાં જોવા મળે છે.

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *