પેટ્રોલના ભાવમાં નોંધનીય ઘટાડો,ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલમાં રૂ.5નો ઘટાડો

Spread the love

પેટ્રોલના ભાવમાં નોંધનીય ઘટાડો,ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલમાં રૂ.5નો ઘટાડો

અરુણ જેટલીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડાની મોટી જાહેરાત કરી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીએ કેન્દ્ર સરકાર તરફથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રૂ. 2.50નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે પણ પેટ્રોલ ડીઝલની કિંમતમાં કર્યો ઘટાડો.

કેન્દ્ર સરકારે પોતાની એક્સાઇઝ ડ્યૂટીમાં 1.50 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જ્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પોતાની કિંમતમાં રૂ. 1નો ઘટાડો કરશે. કુલ મળીને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રૂ. 2.50નો ઘટાડો થયો છે. સાથે જ જેટલીએ એવી પણ જાહેરાત કરી છે કે તેઓ રાજ્ય સરકારોને પણ વિનંતી કરશે કે પેટ્રોલ-ડીઝલ પર લગાવવામાં આવતા વેટના દરમાં ઘટાડો કરે.

ભાજપ શાસિત રાજ્યોમાં ભાવ ઘટી શકે
જેટલીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની જાહેરાત કરતા કહ્યું હતું કે, ગયા વર્ષે કેન્દ્રએ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં બે રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી ઓછી કરી હતી. આ વખતે ભાજપ શાસિત રાજ્યોએ પણ વેટના દરોમાં ઘટાડો કર્યો હતો. જેટલીની રૂ. 2.5ની ઘટાડાની જાહેરાત બાદ શક્યતા છે કે ભાજપ શાસિત રાજ્યો વેટમાં ઘટાડો કરી શકે છે.

ગુજરાતમાં હજુ વધુ ઘટી શકે છે ભાવ

અરુણ જેટલીની જાહેરાત બાદ શક્ય તેમ ગુજરાત સરકાર પણ વેટમાં ઘટાડો કરી શકે છે. જો આવું થશે તો ગુજરાતમાં રૂ. 2.5 કરતા વધારે ભાવ ઘટી શકે છે.પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાને લઈને દેશભરમાં મોદી સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. દેશમાં અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત રૂ. 90ને પાર થઈ ગઈ છે.પેટ્રોલની કિંમત દિલ્હીમાં ગુરૂવારે 84 રૂપિયાના સ્તરે પહોંચી છે. આ વચ્ચે કેન્દ્ર સરકાર ઇંધણની કિંમતો પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવું મંથન કરી રહી હતી. આ મામલે દિલ્હીમાં બેઠક યોજાઇ હતી.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ગુરુવારે ક્રમશ: 15 પૈસા અને 20 પૈસા પ્રતિ લિટર વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતોથી ચિંતિત સરકાર તેના અર્થતંત્ર પર પડી રહેલ પ્રતિકૂળ અસર અટકાવવાના વિકલ્પોની વિચારણા કરે છે. સૂત્રોએ માહિતી આપી છે કે આ સંબંધમાં બુધવારે સાંજે નાણામંત્રી અરુણ જેટલી પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યા છે. સાર્વજનિક તેલ માર્કેટિંગ કંપનીઓએ ગુરુવારે પ્રસિદ્ધ જાહેરનામામાં જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્રમશ: 15 પૈસા અને 20 પૈસા પ્રતિ લિટર વધારવામાં આવ્યા છે. આ વધારો પછી દિલ્હીમાં પેટ્રોલ હવે 84 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 75.45 રૂપિયા પ્રતિ લિટર છે. આ બંનેનું સર્વકાલીન ઉચ્ચ સ્તર છે.

ઇંધણની વધતી જતી કિંમતથી ખેડૂતોની પહેલેથી ખરાબ સ્થિતિ વધુ ખરાબ બનવાની શક્યતા છે. ખાસ કરીને રવી પાક પર તેની વધુ અસર પડે છે. ડીઝલ હાલમાં ઉચ્ચ કિંમત પર વેચાય છે. ડીઝલનો કૃષિ ક્ષેત્રમાં સૌથી વધુ ઉપયોગ થાય છે. ટ્રેકટર દ્વારા ખેતર ખેડવાથી લઇને સિંચાઈના પમ્પસેટ સુધી બધુ ડીઝલથી જ ચાલે છે. જેથી ડીઝલનો વધતો ભાવ ખેડૂતોને અસર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *