પોલીસ જવાનો હવે હલો, નમસ્તે, ગુડ મોર્નિંગ કે સલામ નહિ પણ જયહિંદ કહેશે.

Spread the love

પોલીસ જવાનો હવે હલો, નમસ્તે, ગુડ મોર્નિંગ કે સલામ નહિ પણ જયહિંદ કહેશે.

દેશની આંતરિક સુરક્ષા માટે ખડે પગે ઉભા રહેતા પોલીસ જવાનોનો દેશપ્રેમ બોર્ડર ઉપર મક્કમ લશ્કર ના જવાનો કરતાં ઓછો હોતો નથી. લશ્કરમાં સામાન્ય વ્યવહારમાં જયહિંદ શબ્દ એ રીતે વણી લેવાયો છે કે, દરેક જવાનના અનકોન્સિયસ માઇન્ડમાં કન્ટ્રી ફર્સ્ટ સિવાય કોઇ વિચાર આવતો નથી. આ રીતે પોલીસ જવાનોમાં રાષ્ટ્રભાવના વધુ મજબૂત બને અને વાતચીતમાં એકસૂત્રતા જળવાઇ એ માટે સંબોધન દરમિયાન જયહિંદ બોલવું ફરજિયાત કરાયું છે.પોલીસ કર્મચારીઓ તથા ઉપરી અધિકારીઓ કે જનસમાન્ય સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન અલગ અલગ સંબોધન કરતાં જોવા મળે છે. ડિસિપ્લિન્ફોર્સમાં વાણી અને વર્તનમાં પણ સમાનતા રહે એવા હેતુ સાથે ઉપરી અધિકારીઓ દ્વારા અવાર સૂચનાઓ આપવામાં આવે છે. પોલીસ કમિશનસ સતીશ શર્માએ દરેક કર્મચારીને સરકારી કોલ રિવીસ કરતી વેળા કઇ રીતે વાત કરવી એની માર્ગર્દિશકા જાહેર કરી છે.

પોલીસ મથકોના લેન્ડ લાઇન નંબર કે પછી ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલા મોબાઇલ ઉપર કોલ આવે ત્યારે સંબંધિત કર્મચારીએ કઇ રીતે વાત કરવી એનું સ્પષ્ટ સૂચના શર્માએ આપી છે. પરિપત્રમાં જણાવાયું છે કે કર્મચારીઓ અને અધિકારીઓ કોલ રિસીવ કરે ત્યારે તેમણે કચેરી કે પોતાની ઓળખ આપતા પહેલાં જયહિંદ બોલવું. અત્યાર સુધી વાતની શરૃઆત નમસ્તે, સલામ વગેરે શબ્દોથી થતી હતી. સલામ, અમુક કચેરીમાંથી આ ભાઇ બોલું છું, એવી પ્રથા બંધ કરી પહેલા બુલંદ અવાજે જયહિંદ શબ્દ બોલ્યા બાદ કચેરીનું નામ બોલ્યા બાદ પોતાની ઓળખ આપવી પડશે એવું સ્પેસિફાય કરાયું છે.
એટલું જ નહીં ઉપરી અધિકારીઓને સેલ્યૂટ કરે ત્યારે પણ ફરજિયાતપણે જયહિંદ બોલવા તાકીદ કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ અધિકારીઓ દ્વારા જયહિંદ બોલાવા અંગે પરિપત્ર જારી કરાયા હતા. જો કે, થોડો સમય એનો અમલ થયા બાદ ભૂલાઇ જાય છે, જયહિંદ એ શબ્દ નથી,

રાષ્ટ્રભક્તિનો મંત્ર લેખાવાય છે, ત્યારે દરેક કર્મચારીએ તેને ગંભીરતાથી લઇ પાલન કરવું જોઇએ એવું અધિકારીઓનું કહેવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *