ખાનગી શાળાઓએ આવતીકાલે નવરાત્રી પ્રારંભ હોવા છતાં શાળા ચાલુ રાખવાનો નિર્ણય લીધો..

Spread the love

ખાનગી શાળાઓએ આવતીકાલે નવરાત્રી પ્રારંભ હોવા છતાં શાળા ચાલુ રાખવાનો નિર્ણય લીધો

નવરાત્રી વેકેશનને લઇને રાજ્ય સરકારે કોઇ નિર્ણય જાહેર કર્યો ના હોવાથી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા બુધવારે ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જો મોડી સાંજે સરકાર તરફથી કોઈ નિર્ણય આવશે તો વિચારણા કરવામાં આવશે.

આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી વેકેશન જાહેર કરાયું હતું જેને લઇને વિરોધ થઇ રહ્યો છે. શાળા સંચાલક મંડળ બેઠક કરીને દિવાળી નવરાત્રી વેકેશનમાં સારા ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો.

આ નિર્ણયને પગલે સુરત વરાછા કતારગામ નાના વરાછા મોટા વરાછા જેવા વિસ્તારમાં રહેતા લોકોમાં અસર જોવા મળી હતી. ગઈ કાલે સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા ગાંધીનગર રજૂઆત કરવામાં આવી હતી.

રત્નકલાકાર સંઘે મંગળવારે સુરત જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપીને માગ કરી છે કે વરાછામાં વસતા લાખો સૌરાષ્ટ્રવાસીઓ માટે દિવાળીનું વેકેશન જ મહત્ત્વનું હોય છે કારણ કે તે વખતે કારખાના અને ઓફીસોમાં 20થી 25 દિવસનું વેકેશન હોય છે અને શાળાઓ પણ એટલા દિવસ બંધ રહેતી હોય છે. સરકારે નવરાત્રીનું વેકેશન જાહેર કરીને દિવાળીનું વેકેશન ઘટાડી નાંખ્યું છે.

સરકાર તરફ હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન આવ્યું ન હોય આજે ખાનગી શાળાઓ એ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *