અડાજણ-અઠવાને જોડતા કેબલ સ્ટેઇડ બ્રિજને આજથી લોકો માટે ખુલ્લો મુકાશે

Spread the love

અડાજણ-અઠવાને જોડતા કેબલ સ્ટેઇડ બ્રિજને આજથી લોકો માટે ખુલ્લો મુકાશે
143.64 કરોડના ખર્ચે બનેલા કેબલ સ્ટેઇડ બ્રિજનો લોકો આજથી ઉપયોગ કરી શકશે. આ બ્રિજનું ઉદ્ધઘાટન આજે ગાંધી જયંતીએ સીએમ વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. દેશમાં મોટા સિટીમાં કોલકાતા વિદ્યાસાગર સેતુ બ્રિજ બાદ બીજો સિંગલ પ્લેન હાઈ પાઇલોન કેબલ સ્ટેઇડ પ્રકારનો બ્રિજ એટલે કે 24 મીટરના પહોળાઈના બ્રિજમાં સેન્ટરમાંથી બ્રિજને કેબલ થકી ઉંચક્યો છે. તથા રાજ્યનો પહેલો ટુ વે કેબલ બ્રિજ સુરત શહેર માટે નજરાણા સમાન છે. આ બ્રિજ પર વજન વધે તો સાઈરન આપોઆપ રણકી ઉઠે તેવી સિસ્ટમ ફીટ કરવામાં આવનાર છે

અડાજણ-અઠવાને જોડતા કેબલ સ્ટેઇડ બ્રિજ 143.64 કરોડના ખર્ચે 8 વર્ષના વહાણા વિત્યાના વિવાદો બાદ આખરે લોકો આજથી ઉપયોગ કરી શકશે. આ બ્રિજના ઉદ્ધઘાટન માટે પીએમઓ ઓફિસે ના પાડી દેતાં સીએમના હસ્તે આજે 2જી ઓક્ટોબર ગાંધી જયંતીએ પણ શ્રાધ્ધ પક્ષમાં ઉદ્ધઘાટન થવા જઈ રહ્યું છે. મહિના દિવસ પહેલા જ તૈયાર થઇ ગયો હોવા છતાં મેયરે પીએમની તારીખ માટે 5 લાખ પ્રજાને ટ્રાફિકમાં સબડતાં રાખ્યા. બ્રિજના રસ્તા નીચે ડેક 9 ફૂટ હોય એક ટેમ્પામાં બેસી ફરી શકાઈ છે. યુએસએ અને ચાઇનાના એક્સપર્ટની ડિઝાઈનમાં મદદ લેવામાં આવી છે. તો ખાસ બાબત એ છે કે, બ્રિજ પર વજન વધે તો સાઈરન આપોઆપ રણકી ઉઠે તેવી સિસ્ટમ ફીટ કરવામાં આવનાર છે.

બ્રિજનીખૂબીઓ,બ્રિજની ટોટલ લેન્થ- 918 મી લંબાઈ-24 મી પહોળાઈ,150 મીટરનો સ્પાન વગર આધારે માત્ર કેબલ પર જ ટક્યો છે,1947થી અત્યાર સુધી આખા દેશમાં માત્ર 10 થી 11 કેબલ સ્ટેઇડ બ્રિજમાં સિંગલ પ્લેઈન હાઈ પાઈલોન કેબલ સ્ટેઇડ બ્રિજ ટાઇપનો કોલકાતા બાદ બીજો બ્રિજ છે.બ્રિજના રસ્તા નીચે ડેક (બોગદૂ) 2.5 મીટર 9 ફૂટ જગ્યામાં એક ટેમ્પામાં બેસી ફરી શકાય છે.રાજ્યનો પહેલો ટુ વે કેબલ બ્રિજ સુરત શહેર માટે નજરાણા સમાન છે.તેમજ બ્રિજના લોડ ફેક્ટર ઈન્ડિયન રોડ કોંગ્રેસના ધારાધોરણ મુજબ ક્લાસ 2એ-70 આર પર IRC 6 છે,કેબલની વેલિડિટી 100 વર્ષ, સ્ટ્રેન્થ એવરેજ 1 હજાર મીટર પર કેબલ વજન વહન કરી શકે છે,બ્રિજ પર વજન વધે તો સાઈરન વાગી ઉઠે તેવી સિસ્ટમ લગાડેલ છે,વળી ટ્રાફિક જામ થાય અને એક સાથે 150 કરતાં વધુ ટ્રક ઉભી રહી હોય અને 3500 મીટર એટલે કે 35 લાખ કિલો લોડ આવે તો પણ બ્રિજ લોડ સહન કરી શકશે. તેવી એલ એન્ડ ટી મારફત બ્રિજની ડિઝાઈન તમામ કુદરતી આફતોમાં ટકી શકે છે.

બ્રિજ પર વજન વધે તો સાઈરન ઑટોમૅટિક વાગી ઉઠે તેવી સિસ્ટમ ફીટ કરવામાં આવી છે.અડાજણ-અઠવાને જોડતા કેબલ સ્ટેઇડ બ્રિજ 143.64 કરોડના ખર્ચે 8 વર્ષના વહાણા વિત્યાના વિવાદો બાદ આખરે લોકો આજથી ઉપયોગ કરી શકશે. આ બ્રિજના ઉદ્ધઘાટન માટે પીએમઓ ઓફિસે ના પાડી દેતાં સીએમના હસ્તે આજે 2જી ઓક્ટોબર ગાંધી જયંતીએ પણ શ્રાધ્ધ પક્ષમાં ઉદ્ધઘાટન થવા જઈ રહ્યું છે. મહિના દિવસ પહેલા જ તૈયાર થઇ ગયો હોવા છતાં મેયરે પીએમની તારીખ માટે 5 લાખ પ્રજાને ટ્રાફિકમાં સબડતાં રાખ્યા. બ્રિજના રસ્તા નીચે ડેક 9 ફૂટ હોય એક ટેમ્પામાં બેસી ફરી શકાઈ છે. યુએસએ અને ચાઇનાના એક્સપર્ટની ડિઝાઈનમાં મદદ લેવામાં આવી છે. તો ખાસ બાબત એ છે કે, બ્રિજ પર વજન વધે તો સાઈરન આપોઆપ રણકી ઉઠે તેવી સિસ્ટમ ફીટ કરવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *