સુરતના રત્ન કલાકારો માટે ખુશ ખબર દિવાળી વેકેશન માટે એસ.ટી વિભાગે કરી ખાસ જાહેરાત

Spread the love

સુરતના રત્ન કલાકારો માટે ખુશ ખબર દિવાળી વેકેશન માટે એસ.ટી વિભાગે કરી ખાસ જાહેરાત

દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને સુરત એસટી નિગમે લીધેલા નિર્ણયથી શહેરીજનોની સાથે જ રત્નકલાકારોમાં ખુશી ફેલાઈ ગઈ છે. સુરત ડાયમંડ એસોસિએશનને પ્રેસ કોન્ફરન્સ કરી આ વિશે વાત કરી હતી. દિવાળી દરમિયાન સુરતથી સૌરાષ્ટ્ર તરફથી વધુ 500 બસ દોડાવવાનો નિર્ણય કરાયો છે.

3 નવેમ્બરથી 6 નવેમ્બર સુધી સુરતના રત્ન કલાકારોને આ સુવિધા આપવામાં આવશે. એસટી વિભાગમાં વધુ 500 બસ દોડાવવાની સાથે વધુ કેટલીક સુવિધાઓ પણ રત્નકલાકારોને આપવામાં આવી છે. જેમાં 55થી વધુ યાત્રીઓ હશે તો બીજી બાજુ દરેક રત્ન કલાકારને સોસાયટી પર યાત્રીઓને બસ લેવા આવશે. આ આયોજન દિવાળીથી લઈ લાભપાંચમ સુધીનું કરવામાં આવ્યું છે.

ડાયમંડ નગરી સુરતમાં 40 ટકાથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ દિવાળીના પર્વ દરમિયાન માદરે વતન જતાં હોય છે. પરંતુ ખાનગી બસ ચાલકોના બેફામ ભાડા વધારા અને મનમાનીના કારણે હાલાકી ભોગવતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *