સુરતના પાલ વિસ્તારમાં વીજકાપ હોવાને કારણે આરટીઓની કામગીરી ખોરવાઇ હતી.

Spread the love

સુરતના પાલ વિસ્તારમાં વીજકાપ હોવાને કારણે આરટીઓની કામગીરી ખોરવાઇ હતી.

વીજકાપની અસર આરટીઓની કામગીરી પર નહીં પડે તે માટે સવારે બીજા ફીડરમાંથી વીજળી આપવાના પ્રયત્નો જોકે સફળ થયા નહોતા. અગાઉથી મેળવાયેલી એપોઇન્ટમેન્ટને કારણે સવારથી આવીને લાઈનમાં ઊભા રહેલા અરજદારો હેરાન નહી થાય તે માટે સમજાવીને પરત મોકલાયા હતા. વીજકાપ બાબતે અજાણ એવા અરજદારોને જોકે આજે ધક્કો ખાવો પડયો હતો.

વીજકાપને કારણે પુરવઠો મળી શકે એમ નથી એવી જાણ સવારે નવેક વાગે વીજકંપની દ્વારા આરટીઓને કરવામાં આવી હતી. જોકે તે પહેલા તેઓએ સરકારી વિભાગની કામગીરી બંધનહિ રહે તે માટે બીજા ફીડરમાંથી વીજળી આપવાના પ્રયત્નો કર્યા હતા પણ તે શક્ય બન્યું નહોતું. આરટીઓ અધિકારીઓએ અરજદારો હેરાન નહી થાય તે માટે સવારથી જ આવી ગયા હતા અને સૌને સમજાવીને પરત કર્યા હતા. આ સાથે અરજદારોને આજની એપોઇન્ટમેન્ટ એક અઠવાડિયા સુધી ચાલશે એમ જણાવવામાં આવ્યું હતું. વીજ પુરવઠો ન હોવાને કારણે કામગીરી બંધ રહી છે એવું જાણ્યા પછી અરજદારોએ પણ બીજી કોઈ તારીખમાં આવવાનું સ્વેચ્છાએ સ્વીકારી લીધું હતું.

આરટીઓ દ્વારા રોજેરોજ ૫૦૦ થી ૫૫૦ જેટલા અરજદારોને ઓનલાઈન એપારમેન્ટ લાઇસન્સ, લાઇસન્સ રીન્યુઅલ અને બીજા માટે આપવામાં આવે છે. વીજ પુરવઠો ન હોવાને કારણે કામગીરી બંધ રહેતા અરજદારો થયા હતા જોકે છ વાગે ફરી સ્થાપિત થઈ શક્યો હતો આમ આજે આખો દિવસ આરટીઓમાં કામગીરી સ્થગિત જેવી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *