વેરાવળની ત્રણ ફિશીંગ બોટ, 22 માછીમારોનાં પાકિસ્તાન દ્વારા અપહરણ.

Spread the love

વેરાવળની ત્રણ ફિશીંગ બોટ, 22 માછીમારોનાં પાકિસ્તાન દ્વારા અપહરણ.

એક તરફ પાક.નાં વડાપ્રધાન ઇમરાન ખાન શાંતિની વાતો કરે છે ને બીજીબાજુ પાકિસ્તાનની જ આર્મી – નેવીની નાપાક હરકતો ચાલુ છે. વેરાવળની ત્રણ બોટો અને ૨૨ જેટલા માછીમારોને મશીનગનની અણીએ પાક. મહિન સિકયુરીટી એજન્સી ઉઠાવી જતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગેની વિગત મુજબ ભારતીય જળસીમા નજીક ગુ્રપમાં ફીશીંગ કરેલ હતી ત્યારે એકાએક પાક મરીન સીકયુરીટીની પેટ્રોલીંગ બોટો દ્વારા બોટોને ઘેેરી લેવામાં આવી હતી વેરાવળની ત્રણ જેટલી બોટ અને ૨૨ જેટલા ખલાસીઓના મશીનગનના નાળચે અપહરણ કરી કરાંચી તરફ લઇ જવામાં આવ્યા છે. આ અંગે માછીમાર અગ્રણીએ જણાવેલ હતું કે ત્રણેય બોટ વેરાવળની છે. જેમાં કુસુમ, અન્નપુર્ણા અને કાજલ આ ત્રણ બોટ છે અને અપહરણ થયેલ ખલાસીઓ ઉના અને ગીર સોમનાથ પંથક હોવાનું જાણવા મળે છે.

પાકિસ્તાન પાસે અત્યારે ભારતની ૧૦૬૬ બોટો કબ્જામાં છે તેમાંથી તાજેતરમાં ૧૮ બોટોની રૂા. ૫ લાખમાં પાકિસ્તાન સરકારે હરરાજી કરી વેંચી નાખેલ છે. આ તમામ બોટોના કલર અને ઝંડા ભારતીય હોય જેથી સુરક્ષા મોટી સમસ્યા સર્જાય તેમ છે તેમજ ૪૬૪ માછીમાર જેલમાં હોય બુધવારે સવારે પકડાયેલ ૨૨ માછીમાર સહિત ૪૮૬ માછીમારો પાકિસ્તાનના કબજામાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *