વિવાદાશ્પદ વિડિઓ બનાવનારા અય્યરમિત્રાની પોલીસ દ્વારા અટક કરાઈ..

Spread the love

વિવાદાશ્પદ વિડિઓ બનાવનારા અય્યરમિત્રાની પોલીસ દ્વારા અટક કરાઈ..

ઓડિસા : વિવાદાશ્પદ વિડિઓ બનાવનારા અય્યરમિત્રાની સામે વિધાનસભામાં વિશેષ અધિકારનો પ્રસ્તાવ પાસ,અટક કરાઈ કોર્ણાક મંદિર ,જગન્નાથ મંદિર અને સાંસદો ની સામે અપમાનજનક વાત કરવાના આરોપસર અભિજીત અય્યર મિત્રા ની સામે એક વિશેષાધિકાર પ્રસ્તાવ નો સ્વીકાર કરાયો છે અને આના થોડાકજ કલાકો બાદ તેમને રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા.

ભુવનેશ્વર : ઓડિસા વિધાનસભાએ ગુરુવારે રાજ્ય ,કોર્ણાક મંદિરજગન્નાથ મંદિર અને સાંસદો ની સામે અપમાનજનક વાત કરવાના આરોપસર અભિજીત અય્યર મિત્રા ની સામે એક વિશેષાધિકાર પ્રસ્તાવ નો સ્વીકાર કરાયો છે અને આના થોડાકજ કલાકો બાદ તેમને રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા બી.જુ.જનતાદળ (બી.જે.ડી )ના પૂર્વ સંસદ બૈજયંત પાંડા ના સખા મિત્રાને દિલ્લીની એક સ્થાનીય ન્યાયાલયે અંતરિમ જમીન આપી દીધા હતા
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઓડીશાપોલીસે તેમને સોસીઅલ મીડિયા પર રાજ્ય,કોણાર્કમંદિર અને ભગવાન જગન્નાથ પર અપમાનજનક શબ્દો બોલી લોકોની ધાર્મિક ભાવનાઓને ધક્કો લગાડવાના આરોપસર અટક કરાઈ હતી.        વરિષ્ઠ અધિકારી એ એ પણ કહ્યું કે દિલ્હી પોલીસની મદદથી બે સભ્ય પોલીસ દળે રાષ્ટ્રીય રાજધાનીમાં નિઝામુદ્દીન પોલીસ ચોકી વિસ્તારમાંથી મિત્રાના રહેઠાણ પરથી તેમને ઝડપી લીધા હતા
પોલીસ મહાનિરીક્ષક (કેન્દ્રીય સંભાગ) સોમેન્દ્ર પ્રિયદર્શીએ કહ્યું કે “મિત્રાને સાકેત અદાલતમાં ઉપસ્થિત કરવામાં આવેલ હતો જ્યાથી તેને જામીન આપી દેવામાં આવ્યાં હતાં,મિત્રાને 28 સપ્ટેબર સુધી કોણાર્ક પોલીસ સ્ટેશનમાં ઉપસ્થિત રહેવા અને તપાસ અધિકારીને સહકાર કરવા માટે કહેવામાં આવ્યું છે પોલીસે બુધવારે પુરી જિલ્લાના કોર્ણાક પોલીસ સ્ટેશનનના ખુર્દ જિલ્લાના શાહેદનગર પોલીસ સ્ટેશનમાં અય્યર મિત્રા ની સામે ફરિયાદ દાખલ કરી હતી ત્યારબાદ એક પોલીસ દળે તેમને તેમના રહેઠાણેથી ઝડપી લીધા હતા

પોલીસે કહ્યું હતું કે મિત્રા 15 સપ્ટેબરે કથિત રૂપથી બૈજયંત પાંડા ના નિમંત્રણે ઓડિશા આવ્યા હતા ,પાંડા તેમને હેલીકૉપટરથી પુરી ,કોણાર્ક અને ચિલિકા લઇ ગયા હતા. ત્યાર પછી અય્યર મિત્રાએ કથિત રૂપે રાજ્ય,તેની સંસ્કૃતિ અને પરંપરા નું અપમાન કરતા સોસીઅલ મીડિયા પર વિડિઓ પોસ્ટમાં થોડા અપમાનજનક શબ્દો કહયા તેમને કહ્યું કે મિત્રાએ ઓડિશાના વિધાયકો અને પત્રકારોનું પણ પોતાના શબ્દોમાં ખરાબ રીતે અપમાન કર્યું ઓડિશા વિધાનસભાએ ગુરુવારે એક વિશેષાધિકાર પ્રસ્તાવ સ્વીકાર કર્યો અને કથિત અપમાનજનક શબ્દો માટે મિત્રાના વિરોધમાં કારવાઈની સલાહ માટે એક સમિતિ ગોઠવાઈ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *