સુરત શહેરના ઉઘના પોલીસ સ્ટેશનની હદ માં દારૂની રેલમછેલ..

Spread the love

સુરત શહેરના ઉઘના પોલીસ સ્ટેશનની હદ માં દારૂની રેલમછેલ..

પ્રાપ્ત થતી માહિતી અનુસાર એક જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી કે ઉધના વિસ્તારમાં આવેલ પટેલ નગર સોસાયટીમાં બેફિકર રીતે બુટલેગરો દારૂનું વેચાણ કરી રહયા છે.પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ પટેલ નગર માં બુટલેગર મુન્ની નામની બુટલેગરનો અડ્ડો આવેલ છે.પોલીસ નામ માત્રની ધરપકડ કરે છે કે પછી શું? તે સમજાતું નથી.કે પછી આ લોકોને પોલીસ તરફથી છાવરણી આપવામાં આવતી હોય તેમ અહીં બેફામ રીતે દારૂ વેચાય તથા પીવાય છે.એક જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને વિડિઓ ઉતારવામાં આવ્યો હતો જેથી કરીને પોલીસે અહીં રેડ મારીને દારૂનું વેચાણ કરતા બે લોકોને પકડી પાડયા હતા. વીડિયોમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણતા નજરે પડેછે જેમને પોલીસની કોઈ પ્રકારની બીક ના હોય તેમ બેફિકર રીતે દારૂ પિતા જોઈ શકાય છે.

રહેણાંક વિસ્તારમાં રહીશો દારૂ પીધેલી વ્યક્તિઓના વર્તન થી ત્રાહિત થઇ ગયા હોય છે જેથી કરીને તેઓ પોલીસની મદદ લેવાનું જરૂરી સમજે છે તેવુંજ આ પણ એક ઉદાહરણ છે.હવે જોવાનું તે રહ્યું કે એક જાગૃત નાગરિકની ફરિયાદ પર ઉઘના પોલીસ દ્વારા ઉપરોક્ત બુટલેગરોના પકડી પાડેલા માલ પર પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી નહિ..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *