ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયામાં પાટીદાર નેતા હાર્દિક પટેલ, ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર અને આંદોલન ટોળકી ના નામે કટાક્ષ કરી ફરી બેફામ બન્યા

Spread the love

ગોપાલ ઇટાલિયા જે બેફામ તરીકે ઓળખાય છે. અવારનવાર રાજકીય પક્ષો વિરુદ્ધ કહો કે ધાર્મીક બાબતે સોશિયલ મીડિયામાં પોતાની હાજરી પુરાવી પ્રાથમિકતા ના ધોરણે વ્યાજબી પ્રશ્નો ઉભા કરી દેનાર યુવાનોમાં ગોપાલા ઈટલીયા લોકપ્રિય છે. દિનપ્રતિદિન તેમની લોકપ્રિયતા યુવાનોમાં ખુબજ વધી રહી છે.
હાલ જ સોશિયલ મીડિયામાં કથાકારો વિશે ગોપાલ ઇટાલિયાની ટિપ્પણી થી કથાકારો ઘણા નારાજ થયા હતા. કથાકારોની ધાર્મિક લાગણી દુભાઈ હોવાથી ટેલિફોનિક સંવાદ વખતે ગોપાલ ઇટાલિયાએ શાબ્દીક ધોલાઈ કરી હોવાનું રેકોર્ડીંગ ફરતી થઈ…?? સોશિયલ મીડિયામાં કથાકારો સાથે ની ટેલિફોનિક રેકોર્ડિંગ ફરતી કરી વાતોના વમળે ખુબજ કુતુહલ સર્જ્યું હતું.
હાલ પણ ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયામાં પાટીદાર નેતા હાર્દિક પટેલ, ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર અને આંદોલન ટોળકી ના નામે કટાક્ષ કરી ફરી બેફામ બન્યા છે. ખુબજ પાયા ના કટાક્ષ કરી તેમણે આ યુવાનોને જવાબદારી નું ભાન કરાવી દીધાનું સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે..!!

 

●સોશિયલ મીડિયામાં ગોપાલ ઇટલીયાના કટાક્ષ
હાર્દિક અલ્પેશ એન્ડ આંદોલન કંપની
(અમારે ત્યાંથી દરેક ટ્રેન્ડીગ મુદ્દા ઉપર બે ત્રણ દિવસનું મીડિયા આંદોલન કરી આપવામાં આવશે)

–> રાજકિય રોટલા શેકવા એ કાંઈ ભાજપ-કૉંગ્રેસનો ઈજારો થોડો છે?? અમે પણ રાજકિય રોટલા શેકિશુ.
– લિ. હાર્દિક અલ્પેશ એન્ડ આંદોલન કંપની

–> ભાજપ 25 – 25 વર્ષથી સમાજને મૂર્ખ બનાવે તો અમને ખાલી ત્રણ વર્ષ મૂર્ખ બનાવવાનો પણ હક્ક નહીં?
– લિ. હાર્દિક અલ્પેશ એન્ડ આંદોલન કંપની

જો ભાજપ 25 વર્ષ તમને લુંટયા ત્યારે તમે ન બોલ્યા અને હવે અમે તમને જગાડ્યા અને અમારો લૂંટવાનો વારો આવ્યો ત્યારે તમે અમારો વિરોધ કરો છો?? તમને ભાજપ લુંટતુ અને અમે તમને જગાડયા તો હવે અમને પણ લૂંટવાનો હક્ક તો મળવો જ જોઈયે….
– લિ. હાર્દિક અલ્પેશ એન્ડ આંદોલન કંપની

◆ જે અલ્પેશ ઠાકોરને 2015માં હાર્દિક અરાજક તત્વ લાગતો હતો અને હાર્દિક સામે કડક પગલાં લેવાની માંગ કરતો હતો એને હવે 2018માં હાર્દિકથી કોઈ તકલીફ નથી…..આદર્શો જાય ભાડમાં(રાજનીતિ)

◆ પાટીદાર આંદોલનના શહીદોનાં હત્યારા અધિકારીઓને સજા થાય એવી હાર્દિકની માંગના વિરૂદ્ધમાં જે અલ્પેશ ઠાકોર 2015માં ગામડે ગામડે સભાઓ ભરીને એમ કહેતો હતો કે “એક પણ પોલીસ સસ્પેન્ડ થાશે તો ચાર કરોડ લોકો રોડ ઉપર ઉતરી આવશે” એ અલ્પેશથી હાર્દિકને હવે 2018માં કોઈ મતભેદ નથી….વિચારધારા જાય ભાડમાં(રાજનીતિ)

◆ પાટીદાર આંદોલનને 2015માં લેટર પેડ ઉપર જાહેરમાં સમર્થન આપનારા સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ પાસે પાટીદાર આંદોલનને સમર્થન આપવા બદલ માફી મંગાવનાર અલ્પેશને હાર્દિક 2018માં સમર્થન આપી અને દારૂબંધ કરાવવા નીકળ્યો છે…..સિદ્ધાંતો જાય ભાડમાં(રાજનીતિ)

◆ મોડાસા તાલુકાના દોલતપૂર ગામે તા.20/09/2015 ના રોજ યોજાયેલ ક્ષત્રિય ઠાકોર સેનાની સભામાં અલ્પેશ ઠાકોરે લલકારીને કહ્યુ હતુ કે “હુ મરી જઈશ પણ ભાજપ કે કૉંગ્રેસની થેલી નહીં ઉંચકુ” અને હાલ 2018માં કૉંગ્રેસના ધારાસભ્ય છે…..સમાજ જાય ભાડમાં(રાજનીતિ)

◆ આ જ દોલતપૂર સભામાં અલ્પેશ ઠાકોરે કહ્યુ હતુ કે “જીવ આપી દઈશું પણ પાટીદારોને અનામત નહીં મળવા દઈએ” અને અનામત માટે આગેવાન બનેલ હાર્દિક પટેલને આજે અલ્પેશ ઠાકોરના ખોળામાં રમે છે….અનામત જાય ભાડમાં(રાજનીતિ)

◆ એક બાજુ પાટીદાર શહીદોના ન્યાય માટે પાટીદાર શહીદ યાત્રા ચાલી રહી છે ત્યારે હાર્દિક પટેલ શહીદ યાત્રામાં જોડાવાને બદલે શહીદોને ગોળી મારનારને સસ્પેન્ડ ન કરવાની સભાઓ કરનારા અલ્પેશ ઠાકોર સાથે દારૂબંધી કરાવી રહ્યાં છે…..શહીદો જાય ભાડમાં(રાજનીતિ)

◆ પાટીદાર આંદોલન દરમ્યાન હિંસામાં સરકારી સંપત્તિને થયેલ નુકશાન બદલ અલ્પેશ ઠાકોરે એવી માંગ કરેલી કે સરકારનું નુકશાન હાર્દિક પાસેથી વસુલવામાં આવે…અને હવે એ જ અલ્પેશ હાર્દિક સાથે કોઈના ઘરમાં ઘૂસીને એકલી મહિલાઓ સામે સીનસપાટા કરે છે…..સરકારી સંપત્તિ જાય ભાડમાં(રાજનીતિ)

તમે ભાજપ-કૉંગ્રેસની ગુલામી 25 વર્ષ કરો તો ત્રણ વર્ષ અમારી ગુલામી કરવામાં શુ વાંધો છે?? ભાજપ તમને મૂર્ખ બનાવીને લૂંટી લે એના કરતા અમે તમને મૂર્ખ બનાવીને લૂંટી લઈએ એમા શુ ખોટું છે??
– લિ.તમારા માસુમ આંદોલનકારી હાર્દિક અલ્પેશ એન્ડ આંદોલન કંપની

હવે જ્યારે દારૂબંધીના મુદ્દાને લઈને હાર્દિક અને અલ્પેશની વિચારધારા અને સિદ્ધાંતોમાં મેળઝૉળ પડી જ ગયો છે ત્યારે ગુજરાતની ભોળી જનતા, નિર્દોષ સમાજ અને આશાસ્પદ હજારો યુવાનોના હિતમાં નીચે મુજબનો ખુલાસો થવો જરુરી છે.

જે જે યુવાનોએ તમારી સભાઓમાં પાથરણા પાથર્યા, ખુરશી લગાવી, બેનર બાંધ્યા, નોકરી ધંધામાં રજા રાખી તમારી રેલીઓમાં ઘરનું બાઈક અને ઘરનું પેટ્રોલ પુરાવ્યું એ તમામને જાણવાનો અધિકાર છે કે…

●● હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોરને સવાલ કરવો જોઈયે કે શુ (૧) અલ્પેશ ઠાકોર પાટીદારોને “ઓબીસી”માં (રિપીટ ઓબીસીમાં) અનામત મળે એમાં ખુશ છે?? (૨) પાટીદારોને ઓબીસીમાં અનામત નહીં મળે એના સમર્થનમાં અલ્પેશ ઠાકોર પાસે શુ શુ લેખિત, કાયદાકીય પુરાવા અને શુ અભ્યાસ છે? (૩) જો પાટીદારોને ઓબીસી અનામત ન મળે તો સંવૈધાનિક રીતે અનામત મળે એના માટે અલ્પેશ ઠાકોર પોતાના લેટર પેડ ઉપર પાટીદારોના સમર્થનમાં રાજ્યપાલને, મુખ્યમંત્રીને, વડાપ્રધાનને અને કૉંગ્રેસ પાર્ટીને પત્ર લખી આપશે??? (૪) પાટીદાર આંદોલન દરમ્યાન દમન કરનાર અને ગોળીબાર કરનાર અધિકારીઓ સસ્પેન્ડ થવા જોઈયે એવું લેટરપેડ ઉપર લખી આપશે કે નહીં?? જો અલ્પેશ ઠાકોર પાટીદારોને અનામત અને ન્યાય બાબતે બાબતે લેટર પેડ ઉપર મગનું નામ મરી નહીં પાડે તો હાર્દિક અલ્પેશથી દુર થઈ જશે કે મીડિયામાં આવવાના નાટક ચાલુ રાખશે??

●● અલ્પેશ ઠાકોરે હાર્દિક પટેલ વિશે જનતાને ખુલાસો આપવો જોઈયે કે (૧) શુ હાર્દિક પટેલ હવે અરાજક તત્વ છે કે પછી હાર્દિક હવે હરિશ્ચંદ્ર લાગે છે? (૨) શુ હાર્દિક પટેલને અરાજકતા ફેલાવવા બદલ કોઈ સજા થઈ છે કે નહીં? (૩) હાર્દિક પટેલના કારણે સરકારી સંપત્તિને થયેલ નુકશાન હાર્દિકની સંપત્તિમાંથી વસુલ કરવું જોઈયે કે નહીં કે પછી કોઈ સંપત્તિને નુકશાન નથી થયુ અલ્પેશ ઠાકોર એવું માને છે? (૪) હાર્દિક પટેલના કારણે હિંસા થઈ છે ઍની સજા મળવી જોઈયે એવી સભાઓ કરનાર અલ્પેશને હજુ એવું લાગે છે કે હાર્દિકને સજા થવી જ જોઈયે? કે હવે નહેરુ આવીને હિંસા કરી ગયાં હતાં એમ અલ્પેશ ઠાકોર લાગી રહ્યુ છે??

■ ગુજરાતની નિર્દોષ પ્રજાએ પણ આ રાણી વિકટોરીયન કંપનીને સવાલ કરવો જોઈયે કે મીડિયામાં આવવા દારૂનાં મુદ્દે એક સાથે બેસી શકતા હોવ તો રાજ્યમાં શિક્ષણ મફત કરાવવા માટે સાથે કેમ નથી બેસતા??….(શિક્ષણમંત્રીની બીક લાગે છે)

એક કોથળી દારૂ માટે એકલી મહિલાના ઘરમાં કલર કરવા માટે સાથે જઈ શકો છો તો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડર ઉપરથી ટ્રકના ટ્રક ભરાઈને દારૂ આવે છે ત્યાં રેડ પાડવા સાથે કેમ નથી જતા??….(બુટલેગરની બીક લાગે છે)

ટીવીમાં સાથે બેસીને કલાકો સુધી સરકાર કેમ ચાલે એનું જ્ઞાન વેચી શકો છો સાથે બેસીને શિક્ષણમંત્રીના ઘરની બહાર જયાં સુધી શિક્ષણ સાવ મફત ન થાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસ કેમ નથી કરી શકતા??….(મરવાની બીક લાગે છે)

તમે સાથે મળીને રોડ રસ્તા ઉપર ડ્યુટી કરતા સામાન્ય કોન્સ્ટેબલ એએસઆઈ કક્ષાના પોલીસવાળા ઉપર દાદાગીરી કરો છો તો ડિજી ઓફીસ જઈને રાજ્યના ડીજી કે આઈજી કે સીઆઈડી ક્રાઈમની ઓફીસ પર જઈને ટેબલ ઉપર હાથ કેમ નથી પછાડતા??….(ઉચ્ચ પોલીસ અધિકારીની બીક લાગે છે)

તમે બંને ટીવીમાં બેસીને, મીડિયામાં કે અન્ય જગ્યાએ બેસીને રાજયની હજારો સમસ્યાઓ વિશે તમારુ પી.એચડી યુક્ત જ્ઞાન આપો છો પણ ગુજરાતના વિદ્યાર્થીઓની, યુવાનોની, ખેડુતોની સમસ્યાનું ટેક્નિકલ સોલ્યુશન શુ હોય શકે એ બાબતે સજેશન આપતો પત્ર સરકારને કે મંત્રીને કે રાજયપાલને લખ્યો?? તમારા નામથી એકેય આરટીઆઈ કરી?

તમે સાથે મળીને દેશ-વિદેશની ઘટનાઓ ઉપર, કર્ણાટકની ચૂંટણી ઉપર, કાશ્મીરની સમસ્યા ઉપર, નોટબંધી ઉપર, GST ઉપર નિષ્ણાંત બનીને તમારા નિવેદનો આપો છો તો ક્યારેય રાજયની શિક્ષણવ્યવસ્થામાં કેવા પાયાના ફેરફાર કરી શકાય જેથી વંચિત અને છેવાડાના માણસ સુધી શિક્ષણ પહોચે ઍવા ઉપાયો સૂચવ્યા??

અલ્પેશ ઠાકોર પોતે ધારાસભ્ય છે અને એનાં સમર્થનમા ઠાકોર સમાજના બીજા પાંચ ધારાસભ્ય છે, હાર્દિકના સમર્થનમાં દસેક પાટીદાર ધારાસભ્યો છે હવે તમે સાથે મળીને એક પોટલી દારૂ માટે રેડ પાડી શકો છો તો સાથે મળીને વિશ્વના દેશોની એજ્યુકેશન પોલિસીનો અભ્યાસ કરી ગુજરાત રાજય માટે એક બેસ્ટ એજ્યુકેશન પોલિસી બિલ બનાવી તમારા સમર્થનવાળા ધારાસભ્યો પાસે વિધાનસભા સત્રમાં બિલ કેમ રજુ નથી કરી શકતા?? અને જો તમારી બેસ્ટ એજ્યુકેશન પોલિસીવાળું બિલ ભાજપ સરકાર નામંજૂર કરે તો આપોઆપ લોકોમાં જાગૃતિ આવે તમારે દારૂની કોથળીઓ પકડવાની પણ જરુર નથી…(પણ ગોપાલભાઈ અમારાં ધારાસભ્યો પાસે એજ્યુકેશન બિલ મુકાવીએ તો અમારાં રોટલાનું શુ?? તમે યાર પેટ ઉપર પાટું ન મારો)

આટલું વાંચ્યા પછી મને ભાજપનો ભ** કહેવો ખુબ આસાન રહેશે પણ તમને ગમે તેવી પરિસ્થિતિમાં તમને મજબૂત સમર્થન કરનારા તમારા હજારો સાથીઓ તમારાથી હતાશ કેમ થયાં એ આત્મમંથન કરવું ખૂબ જ અઘરું રહેશે.

હુ એ પણ જાણું છું કે મારા નતનવા આરોપો લગાડીને અને કુતર્ક કરીને મારા ઉપર કાદવ ઉછાળવામાં આવશે છતાંય મને એવું લાગે છે કે સરદારની હિંમત અને ગાંધીના સત્યનાં આદર્શોમાંથી એક ટકો પ્રેરણા લઈને પણ મારે ગુજરાતના હિતમાં, યુવાનોના હિતમાં હિમતપૂર્વક આ સત્ય બોલવું જરુરી છે. મને એ પણ ખબર છે કે તમે ભલે ગાંધીના નામે ગુજરાતમાં દારૂ બંધ કરાવવા નીકળ્યા પણ એ જ ગાંધી નામે બોલાયેલું મારૂ સત્ય તમે પચાવી નહીં જ શકો..

વ્યક્તિપુજા હંમેશા સમાજ માટે અને દેશ માટે નુકશાનકારક હોય છે એ પુજા ચાહે હિટલરની હોય, નરેન્દ્ર મોદીની હોય કે હાર્દિક કે અલ્પેશની હોય…વ્યક્તિપુજાથી હંમેશા નુકશાન થાય છે.

કોઈપણ આંદોલનનો ચેહરો હોય પણ ઍની પુજા ન કરવાની હોય કેમ કે જયાં સુધી ભાજપમાં વ્યક્તિપુજા ન હતી ત્યાં સુધી કેશુબાપાની સરકાર સુધી રાજયમાં ખૂબ સારા કામો થયાં છે. કેશુબાપા ચેહરો હતાં પણ ઍની પુજા થતી ન હતી પણ ચહેરાને બદલે જ્યારથી નરેન્દ્ર મોદીની પુજા થવા લાગી ત્યાર પછી ગુજરાતમાં જે થયુ એ આપણી સામે જ છે. 25 ઓગષ્ટ પહેલા સુધી આંદોલનમાં ચહેરો હતો કોઈ વ્યક્તિપુજા ન હતી એટ્લે તો સરકાર ઉપર કેવું દબાણ બન્યુ હતુ કે ખુદ કલેકટર સામે આવેદનપત્ર લેવા આવ્યાં હતાં અને ચહેરાના બદલે ધીરે ધીરે આંદોલન વ્યક્તિપુજા બની ગયુ પછી આજ હાલત એ છે કે કે કલેકટર કાર્યક્રમ કરવાની પણ મંજુરી નથી આપતાં…વ્યક્તિ નહીં ચહેરો હોવો જોઈયે.

અને વ્યક્તિપુજાની સૌથી મોટી દુઃખની વાત એ છે કે આપણી આંખ સામે ખોટુ થતુ હોય છતાંય આપણને દેખાય નહીં..
જેમ કે એકબાજુ શહીદોનો રથ ગામડે ગામડે ફરે છે ત્યારે શહીદયાત્રામાં જોડાવાના બદલે વ્યક્તિ પોતે પીધેલા દારૂડિયાઓની ખબર કાઢવા દવાખાને આંટા મારે છે અને છતાંય આપણી આંખ નથી ખુલતી એટલાં આંધળા થઈ ગયા છીયે વ્યક્તિભક્તિમાં..

અહિયાં કોઈ ૧૦૦% આદર્શ બની શકતું નથી પણ ૧૦૦% આદર્શો કે સિદ્ધાંતો વગર લડવાથી કયારેય પરિણામ આવતું નથી.

૨૫-૨૫ વર્ષ ભાજપને મત આપ્યા પછી જ્યારે ભાજપને અરીસો બતાવ્યો ત્યારે ભાજપે કોંગ્રેસી કહીને હડધૂત કર્યા એમ તમને ત્રણ વર્ષથી સપોર્ટ આપનાર તમારો સમર્થક તમને અરીસો બતાવે ત્યારે તેને ભાજપી ભ** કહી ઉતારી નહિ પાડવાની નૈતિકતા(?) બતાવશો એવી (વ્યર્થ) અપેક્ષા છે.

આશા છે કે મને ખોટો સાબિત કરવા માટે આવતાં સત્રમાં હાર્દિક અને અલ્પેશના ધારાસભ્યો ભેગા મળીને વિશ્વના દેશોનો અભ્યાસ કરીને ગુજરાત માટે નવી એજ્યુકેશન પોલિસી બિલ વિધાનસભામાં રજુ કરે અને ભાજપ ઉપર એ બિલ પાસ કરવાનું પ્રેશર બનાવવા બિલ લઈને ગામડે ગામડે ફરે, સભાઓ કરીને લોકોને નવું બિલ જો અમલમાં આવે તો રાજ્યના શિક્ષણમાં કેવો ફાયદો થાશે એનાથી જાગૃત કરે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *