હાર્દિક પટેલની તબિયત ખુબ લથડતા છેવટે હોસ્પિટલ ખસેડાયો

Spread the love

હાર્દિક પટેલની તબિયત ખુબ લથડતા છેવટે હોસ્પિટલ ખસેડાયો.. 14 દિવસોથી અનામત અને ખેડૂતોના દેવામાફીની માગણી માટે આમરણાંત અનશન પર બેસેલા હાર્દિક પટેલની તબિયત ખુબ લથડતા છેવટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

હાર્દિકને શ્વાસ લેવામાં તકલીફ પડતા સોલા સિવિલ ખસેડવામાં આવ્યો છે. સરકારને આપેલા અલ્ટિમેટમ મુજબ હાર્દિકે ગુરુવાર રાતથી પાણીનો ત્યાગ કર્યા બાદ તેને સતત ચક્કર આવવા અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાનું જણાવી રહ્યો હતો.

 

હાર્દિકને આજે મેડિકલ કરાવ્યા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની તૈયારી કરવામાં આવી હતી. હાલ તેને આઈસીયુ ઓન વ્હીલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો હતો હાર્દિક પટેલને અમદાવાદમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. હાર્દિકને એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. હાર્દિક પટેલની સારવાર માટે ત્રણ ડૉકટરોની ટીમ તૈયાર થઈ ગઈ છે. નેફ્રોલોજિસ્ટ સહિત નિપૂણ ડૉકટરોની ટીમ હાર્દિકની સારવાર માટે તૈયાર છે. હોસ્પિટલના 6ઠ્ઠા માળે સ્થિત MICU વોર્ડમાં હાર્દિક પટેલ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.હાર્દિકની તબિયત લથડવાના પગલે ગુજરાતભરના પાટિદાર પ્રભાવિત વિસ્તારોમાં પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય તેની તકેદારી સ્વરૂપે પોલીસને સ્ટેન્ડ ટૂ રાખી દેવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, હાર્દિકના કથળી રહેલા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સોલા સિવિલ હોસ્ટિપલ ખાસે તેના માટે વિશેષ રૂમ સહિતની તૈયારીઓ આગોતરી કરી દેવામાં આવી હતી. ડોક્ટરનો ફોજને તૈયાર રાખવા ઉપરાંત વ્યવસ્થા જાળવવા માટે વધારાના પોલીસ ફોર્સને પણ સોલા સિવિલ અને આસપાસના વિસ્તારોમાં તૈનાત રાખી દેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *