વિવેક તિવારી એન્કાઉન્ટર કેસની પ્રત્યક્ષદર્શી સના ખાને વર્ણવી એ કાળી રાતે ઘટેલી સંપૂર્ણ ઘટના

Spread the love

વિવેક તિવારી એન્કાઉન્ટર કેસની પ્રત્યક્ષદર્શી સના ખાને વર્ણવી એ કાળી રાતે ઘટેલી સંપૂર્ણ ઘટના

સનાએ કહ્યું કે,એ રાતે એપલ એક્ઝિક્યૂટીવ વિવેક તિવારીને ગોળી વાગી હતી તેમ છતાંયે તેઓ પોતાની સહકર્મી અને તે રાત્રે ઘટનાની એકમાત્ર પ્રત્યક્ષદર્શી સાક્ષી સના ખાનને બચાવવાનો પ્રયાસ કરતો રહ્યો. જેટલો પણ જીવ બચ્યો હતો, તે સ્થિતિમાં પણ તે ગાડી હંકારતા રહ્યો. થોડી દૂર એક થાંભલા સાથે ગાડી અથડાઈ અને તેપોતાની સીટ પરથી પાછળના ભાગે પડી ગયો. તેનું માથું ઝુકી ગયું. તે અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો.શુક્રવારે મોડી રાત્રે લખનૌના ગોમતી નગર વિસ્તારમાં એપલ એરિયા સેલ્સ મેનેજર વિવેક તિવારીની હત્યા મામલે પ્રત્યક્ષદર્શી સના ખાને પોલીસની એ થિયરીની ફગાવી દીધી જેમાં કહેવામાં આવ્યું છે કે,

કોન્સ્ટેબ્લ પ્રશાંત ચૌધરીએ ડિવાઈડર પર ઉભા રહીને ગોળીઓ ચલાવી હતી અને તે સમયે કાર ઉભેલી હતી.

આ વાતને ફગાવતા સનાનું કહેવું છે કે, કાર તે સમયે સામાન્ય સ્પીડે ચાલી રહી હતી અને રોડની ડાબી બાજુએ હતી. એવું પણ કંઈ જ નહોતુ બન્યુ જેથી પોલીસ ગોળીબાર કરવો પડે.આ ઘટનાને ચાર દિવસ વિતિ ગતા છે પરંતુ એ અંધારી રાતને યાદ કરતા જ ફફડી ઉઠે છે. ના તો તે સારી રીતે ઉંઘી શકે છે અને ન તો જમી શકે છે. સનાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે ફોન લોન્ચ કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે બે વર્દીધારી કોન્સ્ટેમ્બલ એક મોટરસાઈકલ લઈને કાર તરફ આવ્યા. કાર એકદમ નોર્મલ સ્પીડમાં હતી અને સામે જ મોટરસાઈકલ આવીને ઉભી રહી ગઈ. પાછળની સીટ પર બેઠેકો એક કોન્સ્ટેબલ નીચે ઉતર્યો. 

સનાએ વધુમાં કહ્યું હતું કે એક કોન્સ્ટેબલના હાથમાં લાઠી હતી. અને તે અમને રોકવા માંગતા હતાં અને કારમાંથી બહાર આવવા કહી રહ્યાં હતાં. પરંતુ મોડી રાત હોવાના કારણે અને અમને એ ખબર ના હોવાથી કે અમને કેમ રોકવામાં આવ્યા છે. વિવેક સરે એક જવાબદાર વ્યક્તિની માફક ધીમેથી આગળ વધારી કારણ કે પાછળ એક મહિલા તરીકે હું બેઠી હતી. પરંતુ કોન્સ્ટેબલ અમારા પર જોર જોરથી ચિલ્લાઈ રહ્યાં હતાં અને ઓળખ માટે પુછી રહ્યાં હતાં. અમે તો તેમની સામે કંઈ બોલ્યા જ નહોતા અને ન તો કોઈ તકરાર થઈ હતી. થોડી વાર બાદ એક કોન્સ્ટેબલે મારી વિન્ડો તરફ આવ્યો અને લાઠી વડે મને કંઈક કહેવા લાગ્યો. સરે તેને ત્યાંથી ખસેડવાનો પ્રયાસ કર્યો.

ગોળી વાગ્યા પછી પણ ગાડી હંકારતા રહ્યાં વિવેક સર, બીજી જ ક્ષણે જે કોન્સ્ટેબલ અમારી ગાડી સામે ઉભો હતો તેને પોતાની પિસ્તોલ કાઢી અને સર પર ગોળી ચલાવી દીધી. સરના શરીરમાંથી લોહી નિકળવા લાગ્યું. હું ખુબ ડરી ગઈ અને બુમાબુમ કરવા લાગી. મને કંઈ જ સમજાતુ નહોતું કે હવે શું કરવું. હું સરના શરીરમાંથી વહી રહેલા લોહીને રોકવાનો પ્રયાસ કરવા લાગી પરંતુ સરે ધીમે ધીમે ગાડી ચલાવવાની શરૂ કરી દીધી.

જ્યારે ગાડી હંકાર લાવ્યા તો અમારી કારનું એક પૈડું પોલીસ કોન્સ્ટેબલની મોટરસાઈકલ સાથે જઈને અથડાઈ ગયું. જેના કારણે બાઈક રોડ પર જ પડી ગઈ. જોકે આ ઘટનામાં એક પણ પોલીસ કોન્સ્ટેબલની ઈજા પહોંચી નહોતી. લોહીલુહાણ વિવેક સરે લગભગ અડધો કિલોમીટર સુધી કાર ચલાવી પરંતુ રોડની બાજુમાં એક થાંભલા સાથે જઈને કાર ટકરાઈ ગઈ. સનાએ કહ્યું હતું કે સરે આ સ્થિતિમાં પણ એક મહિલા તરીકે મારો જીવ બચાવવાનો પુરો પ્રયાસ કર્યો.

વધુમાં સનાએ આપવિતી વર્ણવતા કહ્યું હતું કે, સરના આર.એમ.એલ સુધી લઈ જવામાં આવ્યા ત્યાં લગી શ્વાસ ચાલી રહ્યાં હતાં. ત્યાંથી સરને ડૉક્ટરોએ તપાસ્યા બાદ પી.જી.આઈ રિફર કરવા કહ્યું. સનાના જણાવ્યા પ્રમાણે, તે દરમિયાન હું પોલીસને કહેતી રહી કે મને ઘર સુધી છોડી દે જેથી હું મારા ફોનથી મારા સહકર્મીઓને ફોન કરીને મદદ મેળવી શકું. પરંતુ હોસ્પિટલથી મને કૈસરબાગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી. જ્યાં 5 મીનીટ રાહ જોવડાવ્યા બાદ એક મહિલા કોન્સ્ટેબલ ત્યાં આવી અને મને ગોમતી નગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *