મોદી સરકારના 4 વર્ષ ના કાર્યકાળમાં 21 સરકારી બેન્કોએ 3 લાખ 16 હજાર કરોડ ની લોન માફ..?

Spread the love

મોદી સરકારના 4 વર્ષ ના કાર્યકાળમાં 21 સરકારી બેન્કોએ 3 લાખ 16 હજાર કરોડ ની લોન માફ કરી છે.

આ ભારતની સ્વાસ્થ્ય, શિક્ષા અને સામાજીક સુરક્ષાના કુલ બજેટ કરતા બમણા છે. પ્રામાણિકતા નો દાવો કરનારી મોદી સરકારના કાર્યકાળમાં લોનની વસૂલાત વધુ પ્રમાણમાં થવી જોઈતી હતી, પણ અહીં તો તદ્દન ઊંધું થયુ. એક તરફ NPA વધતો ગયો અને બીજી તરફ લોન વસૂલાત ઘટતી ગઈ.
મોદી સરકાર ના રાજમાં ચાર વર્ષ દરમ્યાન 21 સરકારી બેંકોએ 3 લાખ 16 હજાર કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે. આટલુંજ નહીં પણ આ કાર્યકાળ દરમ્યાનજ બેંકોને ડૂબતી બચાવવા સરકારે હજારો કરોડ રૂપિયા બેંકોમાં નાંખ્યા, જે ધનરાશીનો ઉપયોગ નોકરી આપવા માટે ખર્ચાતે, શિક્ષા અને સ્વાસ્થ્ય માટે ની ઉત્તમ સુવિધાઓ મળી રહે તે માટે ખર્ચાતે તે રૂપિયા કેટલાક ઉદ્યોગપતિઓ પાછળ લૂંટાવી દેવામાં આવ્યા.
ઇન્ડિયન એક્સપ્રેસ માં અનિલ સસી ની આ ખબર પ્રથમ ખબર ના રૂપે છાપવામાં આવી છે. ભારતમાં સ્વાસ્થ્ય, શિક્ષા અને સામાજિક સુરક્ષાના જે કુલ બજેટ છે તેનાથી બમણી બેંક લોન માફ કરી દેવાઈ.


2018-2019 માં સ્વાસ્થ્ય, શિક્ષા અને સામાજિક સુરક્ષા માટે બજેટમાં 1 લાખ 38 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ મુકવામાં આવી છે. જો લોન ની વસૂલાત કરવામાં આવતે તો તે રૂપિયા સ્વાસ્થ્ય, શિક્ષા અને સામાજિક સુરક્ષા પર ખર્ચ થતે તો સમાજ પહેલા કરતા વધુ સુદ્રઢ બનતે.
એપ્રિલ 2014 થી એપ્રિલ 2018 સુધી બેંકોએ ફક્ત 44,900 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. બાકી બધી જ લોન માફ. આને અંગ્રેજીમાં “રાઈટ ઓફ” કહેવાય છે. આ આંકડા ભારતીય રિઝર્વ બેંક ના છે.
જ્યારે ભાજપ દ્વારા એપ્રિલ મહિનામાં ટ્વિટ કરીને કહ્યું હતું કે 2016 માં ઈંસોલ્વવેંસી એન્ડ બેંકરપ્સી કોડ ના કારણે 4 લાખ કરોડની લોન વસૂલાત કરાઈ છે. રિઝર્વ બેન્ક નો ડેટા મુજબ 44,900 કરોડ ની વસૂલાત કરાઈ છે.
જે તે વખતે પત્રકાર સન્ની વર્માએ તેમની રિપોર્ટમાં આ બોગસ દાવાની પોલ ખોલી હતી. પરંતુ હકીકત જોતા મોદી રાજમાં જેટલા રકમની વસૂલાત થઈ છે તેના સાત ગણી રકમની લોન માફ કરી દેવાઈ છે.
મોદી સરકાર ના મંત્રીઓ NPA ના પ્રશ્ર્ન પર વિસ્તાર પૂર્વક નથી બોલતા, બસ એકજ વાત પર ભાર દેવામાં આવે છે કે આ લોન યુપીએ સરકારના સમયની છે. તે છતાં તેઓ ચોખવટ નથી કરતા કે 7 લાખ કરોડના NPA માં યુપીએ ના કાર્યકાળનો કેટલો હિસ્સો છે અને મોદી રાજ ના કાર્યકાળનો કેટલો હિસ્સો છે.
પાંચ વર્ષથી ઉદ્યોગપતિઓ ચૂપ છે. તેઓ કશુંજ બોલતા નથી..!! નોટબંદી વખતે પણ ઉધોગપતિઓ ચૂપ જ રહ્યા..!! ઉદ્યોગપતિઓ ચૂપ એટલા માટે રહ્યા કારણકે તેઓની હજારો લાખો કરોડની લોન માફ કરી દેવાઈ..??
ખરેખર જોવા જઈએ તો મોદી રાજમાં લોનની વસૂલાત વાધુ થવી જોઈતી હતી. કરણ કે તેઓ પ્રામાણિક છે. પણ થયું ઉલ્ટું, એક તરફ NPA માં વધારો થતો ગયો અને બીજી તરફ લોન વસૂલાત ઘટતી ગઈ.
21 સરકારી બેંકોએ સાંસદોની સ્થાયી સમિતિને જે ડેટા આપ્યા તે પ્રમાણે લોન વસુલાતનો રેટ ખુબજ ઓછો છે. જેટલી લોન આપવામાં આવી તેની સામે માત્ર 14.2 ટકા લોન જ વસુલ કરાઈ છે.
મોદી રાજમાં NPA કેવી રીતે વધ્યો….


2014-2015 માં NPA 4.62 ટકા હતો જે 2015-2016 માં વધીને 7.79 ટકા થઈ ગયો.
ડિસેમ્બર 2017 માં NPA 10.41 ટકા થઈ ગયો એટલે કે 7 લાખ 70 હજાર કરોડ…!!
આ સમાચાર થી બેંકના કોઈ અધિકારીનું કહેવું હતું કે લોન માફ કરવાનો નિર્ણય વ્યવસાય ને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. તો ભાઈ આવાજ નિર્ણયો ખેડૂતોને આપવામાં આપેલી લોનને ધ્યાનમાં રાખીને કેમ નથી કરતા.
આ રમત સમઝવી અઘરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *