શું કહે છે ? 60 લોકોનો જીવ લેનાર કાળમુખી ટ્રેનનો ડ્રાઈવર..

Spread the love

 શું કહે છે ? 60 લોકોનો જીવ લેનાર કાળમુખી ટ્રેનનો ડ્રાઈવર..

દશેરાના દિવસે રાવણ દહન જોવા માટે અમૃતસરમાં રેલવે ટ્રેક પર ઉભેલા 60 લોકોના જીવ લેનાર કાળમુખી ટ્રેનના ડ્રાઈવરને હજારોની ભીડ કેમ ના દેખાઈ તે એક સવાલ છે.જોકે મીડિયા રિપોર્ટ પ્રમાણે ડ્રાઈવરનુ કહેવુ છે કે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે અંધારુ થઈ ચુક્યુ હતુ.જેવુ રાવણ દહન શરુ થયુ કે આજુ બાજુ ધુમાડો ફેલાઈ ગયો હતો.આતશબાજી થવા માંડી હતી અને તે દરમિયાન જ ટ્રેન અહીંથી પસાર થઈ હતી.ડ્રાઈવરે વધુમાં કહ્યુ હતુ કે ઘટના સ્થળે લાઈટોની કોઈ વ્યવસ્થા નહોતી.જેના પગલે કશું દેખાયુ નહોતુ.એવા પણ અહેવાલો છે કે સુરક્ષાને ધ્યાનમાં લઈને રેલવે દ્વારા ડ્રાઈવરની ઓળખ જાહેર કરવામાં આવી નથી.તેની રેલવે અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

રામલીલામાં રાવણનું પાત્ર ભજવતા વ્યક્તિનું પણ ઘટનામાં મૃત્યુ થયું.

ટ્રેન હોનારતના પગલે રામલીલામાં રાવણનો રોલ ભજવનાર દલબીરસિંહ પણ લોકોના ટોળાની સાથે પાટા પર જ મોજુદ હતા. ટ્રેન હેઠળ કચડાઈને મોતને ભેટનારાઓમાં તેમનો પણ સમાવેશ થાય છે.તેમનો પરિવાર આ અકસ્માતથી ઘેરા આઘાતમાં છે. દલબિરસિંહની પત્નીની આંખમાંથી આંસુ સુકાતા નથી. દલબિરના ભાઈ અને માતાને તો વિશ્વાસ નથી થઈ રહ્યો કે હવે તેમનો લાડકો પુત્ર અને ભાઈ આ દુનિયામાં નથી.દલબિરસિંહ વર્ષોથી રામલીલામાં રાવણનુ પાત્ર ભજવતા હતા.

તેઓ ગઈકાલે પણ ઘરેથી એવુ કહીને નીકળ્યા હતા કે મારે રામ અને લક્ષ્મણને તૈયાર કરવાના છે.દલબિરસિંહના પરિવારના મતે આ દુર્ઘટના માટે સ્થાનિક તંત્ર જ જવાબદાર છે.જે લોકોને એલર્ટ કરવામાં નિષ્ફળ રહ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *