ગંગાની સફાઈ માટે 112 દિવસથી અનશન પર બેઠેલા પર્યાવરણ વિદ્દ પ્રોફેસર અગ્રવાલનું અવસાન થયું.

Spread the love

ગંગાની સફાઈ માટે 112 દિવસથી અનશન પર બેઠેલા પર્યાવરણ વિદ્દ પ્રોફેસર અગ્રવાલનું અવસાન થયું.

પાછલી 22 જૂન થી જિ.ડી અગ્રવાલ ગંગા સફાઈ ની માંગ ને લઇ ‘આમરણ અનશન’ પર બેસેલા હતા ,તેમની માંગ હતી કે ગંગા અને તેની સહ નદીઓની આસપાસ બની રહેલા હાઇડ્રોલિક પ્રોજેક્ટ ના નિર્માણનું કાર્ય બંધ થવું જોઈએ,વીતેલી 9 મી ઓક્ટોબરે જિ.ડી અગ્રવાલે પાણી પીવાનું બંધ કરી દીધું હતું આગલા જ દિવસે હાલત બગડતા પોલીસે તેમને બળજબરી ઋષિકેશ સ્થિત એમ્સ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા 112 દિવસો લાગી અનશન પર બેશવાને કારણે તેમની તબિયત ઘણી નાજુક બની હતી અને છેવટે તેઓ મૃત્યુ પામ્યા તેઓ 86 વર્ષની વયના હતા.જીડી અગ્રવાલ કાનપુરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ફેકલ્ટી મેમ્બર હતા અને 22 જુનથી અનશન પર બેઠા હતા

અગ્રવાલ ગંગાને શુદ્ધ બનાવવા માટે હરહંમેશ સળંગ પ્રયાશ કરતા રહયા તેમની માંગ હતી કે ગંગા અને તેની સહ નદીઓની આસપાસ બની રહેલા હાઇડ્રોલિક પ્રોજેક્ટ ના નિર્માણનું કાર્ય બંધ થવું જોઈએ અને ગંગા સંરક્ષણ પ્રબંધન નિયમ ને લાગુ કરવો જોઈએ અનશન દરમિયાન જીડી અગ્રવાલે કહ્યું કે અમે પ્રધાન મન્ત્રી અને જળ સંસાધન મંત્રાલય ને ઘણા પાત્રો પણ લખ્યા પણ કોઈ પણ જવાબ આપવાની દરકાર રાખી નહીં,હું પાછલા 109 દિવસોથી અનશન પર બેસેલો છું અને હવે મેં ઠરાવ્યું છે કે આ તપસ્યાને હાજી આગળ લઇ જઈશ અને પોતાનું જીવન ગંગા નદી માટે બલિદાન કરી દઈશ મારુ મૃત્યુ ની સાથેજ મારા અનશન નું સમાપન થશે

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ 2014 માં વાયદો કરેલો કે 2019 સુધી ગંગા ને સ્વચ્છ કરી દેવામાં આવશે,જોકે ઘણા બધા રિપોર્ટ બતાવી રહયા છે કે ગંગાની સફાઈ માટે સરકાર દ્વારા કોઈ ખાસ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી.એક સંસદીય સમિતિ,જેણે ગંગાની સફાઈ માટે સરકારના પ્રયાસોનું મૂલ્યાંકન કર્યું હતું,તેઓએ કહ્યું હતું કે ગંગાની સફાઈ માટે લીધેલા પગલાં પૂરતા નથી,રિપોર્ટ મુજબ વર્તમાન સ્થિતિથી જણાઈ આવે છે કે સીવર પરિયોજના થી સંબંધિત કાર્યક્રમોમાં રાજ્ય દ્વારા સાચી રીતે લાગુ કરાઈ નથી અને આ સરકાર નું બિનજવાબદાર વર્તન દર્શાવે છે,સીવર પરિયોજના સીવેજ ટ્રિટમેન્ટ અને જળ
સંસદીય સમિતિ ઉપરાંત નિયંત્રક તથા મહાલેખા પરીક્ષક (કૈગ )એ પણ ગંગા સફાઈ ને લઈને સરકારના પ્રયત્નોને પૂરતા ન હોવાનું જણાવ્યું હતું ,કૈગે પોતાની રિપોર્ટમાં કહ્યું કે “ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાન ની સાથે કરાર કર્યાના સદા છો વર્ષો પછી પણ સ્વચ્છ ગંગા માટે રાષ્ટ્રીય મિશન(એનએમસીજી) ના લાંબા ગાળા વાળા કાર્ય યોજનાઓને પૂર્ણ કરી શકાય નહી,આજ કારણે રાષ્ટ્રીય ગંગા નદી બેસીન ઓથોરિટી અધિસુચના ના આઠ વર્ષોથી વધુ ગાળો રાખ્યા છતાં સ્વચ્છ ગંગાના રાષ્ટ્રીય મિશનમાં નદી બેસીન પ્રબંધન યોજના નથી “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *