ભારતે ફરી બે ગોલ્ડ મેડલ જીત્યાં વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં શૂટર હ્રદય હઝારિકાએ એક અને મહિલા ટીમે એક ગોલ્ડમેડલ જીત્યા

Spread the love

ભારતે ફરી બે ગોલ્ડ મેડલ જીત્યાં વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં શૂટર હ્રદય હઝારિકાએ એક અને મહિલા ટીમે એક ગોલ્ડમેડલ જીત્યા

ચાંગ્વૂ (દક્ષિણ કોરિયા): વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં શૂટર હ્રદય હઝારિકાએ એક અને મહિલા ટીમે એક ગોલ્ડમેડલ જીત્યા . તેને 10 મીટર એર રાયફલના શૂટઓફમાં ગોલ્ડ પર નિશાન સાધ્યું. તો મહિલા ટીમે 10 મીટર એર રાયફલ સ્પર્ધામાં 188.7ના સ્કોરની સાથે ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યું.

હઝારિકા અને ઈરાનના આમિર ફાઈનલ રાઉન્ડ સુધી 250.1 પોઈન્ટની સાથે બરાબરી પર હતા. તે પછી બંને વચ્ચે શૂટઓફ થયું, જેમાં હઝારિકાએ 10.3 અંક અને આમિરને 10.2 પોઈન્ટ મળ્યાં. 0.1 અંકની સાથે શૂટઓફ જીતીને હઝારિકા ચેમ્પિયન બન્યો. ફાઈનલમાં ક્વોલીફાઈ કરવા માટે તેને 627.3નો સ્કોર કર્યો હતો.

ઈલાવેનિલે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ 

– ટીમ સ્પર્ધામાં 1,872.3 પોઈન્ટ લઈને ભારત ચોથા ક્રમાંકે રહ્યું. ભારતીય ટીમમાં હઝારિકા, દિવ્યાંશ અને અર્જુન સામેલ હતા.


– મહિલા ટીમમાં સામેલ ઈલાવેનિલ વાલારિવા (631), શ્રેયા અગ્રવાલ (628.5) અને માનિની કૌશિક (621.5)એ ઉમદા પ્રદર્શન આપ્યું. ઈલાવેનિલે 631ના સ્કોરની સાથે નવો વિશ્વ વિક્રમ પણ બનાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *