રેલવેવિભાગના 12 લાખ કર્મચારીઓને મળશે 78 દિવસનુ બોનસ, રેલવે પર રૂપિયા 2000 કરોડનો બોજો

Spread the love

રેલવેવિભાગના 12 લાખ કર્મચારીઓને મળશે 78 દિવસનુ બોનસ, રેલવે પર રૂપિયા 2000 કરોડનો બોજો

રેલવે દ્વારા આ વર્ષે તેના કર્મચારીઓને 78 દિવસના પગાર બરાબરની રકમ બોનસ તરીકે આપવામાં આવશે.રેલવેના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. રેલવેના 12 લાખ નોન ગેઝેટેડ કર્મચારીઓને બોનસનો લાભ મળશે. જેના કારણે રેલવે પર 2000 કરોડનો બોજો આવશે.દુર્ગાપૂજા પહેલા જ કર્મચારીઓને બોનસ ચુકવવામાં આવે તેવી શક્યતા છે. જોકે બોનસની ગણતરીમાં માસિક વેતનની સિલિંગ 7000 રુપિયા રહેશે. આમ દરેક કર્મચારીને બોનસ તરીકે લગભગ 18000 રુપિયા મળશે. બોનસની રકમ સીધા તેમના બેન્ક ખાતામાં જમા થશે.

ભારતીય રેલવે વિશ્વનું સૌથી મોતું રેલવેલાઇન ધરાવતું નેટવર્ક છે,વિશ્વમાં લાંબામાં લાંબી રેલવે લાઈન ને જોડતા નેટવર્ક માં ભારત અવ્વલ સ્થાને છે.દરરોજ કરોડો લોકો રેલવેમાં મુસાફરી કરેછે અને ભારત સરકાર બીજાભાગની આવક રેલવે દ્વારાજ મેળવે છે. ભારતીય રેલવે ઘણા ભાગોમાં વહેચાયેલું છે જેમાં પશ્ચિમ રેલવે,ઉત્તરપશ્ચિમ રેલવે,દક્ષિણ રેલવે,ઉત્તર રેલવે,તથા દક્ષિણ પૂર્વ રેલવે આમ મોટા ભાગોમાં ફેલાયેલું વિશાળ પ્રકારનું જાળું છે.રેલવે વિભાગમાં કામ કરતા કર્મચારીની સંખ્યા જણાવવી તો મુશ્કેલ છે પરંતુ હાલ સરકારે લીધેલ નિર્ણયો પૈકી બોનસ આપવાના નિર્ણયે તેમનામાં ખુશહાલી લાવી દીધી છે.જોવા જઇયે તો આના કારણે રેલવે પર 2000 કરોડ રૂપિયાની રકમ નો ભાર વધવા પામશે પરંતુ બીજી બાજુ કર્મચારીઓને ખુશ રાખવા આ નિર્ણય મહત્વનો સાબિત થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *