ભારતના ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો કરાઈ જાહેર, તેલંગાણાંમાં હાલ ચૂંટણી નહીં થાય

Spread the love

ભારતના ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો કરાઈ જાહેર, તેલંગાણાંમાં હાલ ચૂંટણી નહીં થાય

ચૂંટણી પંચે ચાર રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચાર રાજ્યોમાં એક સાથે ચૂંટણી યોજવાનો ચૂંટણી પંચે નિર્ણય લીધો છે. ચારેય રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ કરી લેવામાં આવી હોવાનું મુખ્ય ચુંટણી કમિશ્નર ઓપી રાવતે જણાવ્યું હતું.

મુખ્ય ચૂંટણી કમિશ્નરના જણાવ્યા પ્રમાણે, 15 ડિસેમ્બર પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. ઈવીએમ અને વીવીપેટથી ચૂંટણી પ્રક્રિયા હાથ કરાવવામાં આવશે. આ સાથે આજથી જ ચારેય રાજ્યોમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ થઈ જશે. દરેક બુથ પર સુરક્ષાબળો તૈનાત કરવામાં આવશે.

તેલંગાણાની ચૂંટણીની જાહેરાત હાલ મૌકુફ રાખવામાં આવી છે. તેલંગાણાની ચૂંટણીની જાહેરાત 12 ઓક્ટોબરે કરવામાં આવશે.રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તિસગઢ અને મિઝોરમનો સમાવેશ થાય છે. આ ચારેય રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ ટૂંક સમયમાં પુરો થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને આ રાજ્યોમાં ચૂંટણી યોજવવાની આવશે. જોકે તેલંગાનાના મુખ્યમંત્રી કેસીઆર સમય પહેલા જ વિધાનસભા ભંગ કરી ચુક્યા છે. તેલંગાણામાં આગામી વર્ષે ચૂંટણી યોજાવવાની હતી. પરંતુ ચૂંટણી પંચે હાલ ચાર જ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત કરી છે. તેલંગાણા મામલે હાલ કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આ અગાઉ જાણકારી મળી હતી કે, આગામી સોમવાર કે મંગળવારે વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત કરી શકે છે અને તારીખોની જાહેરાત કરશે. પરંતુ ચૂંટણી પંચે આજે અચાનક જ આજે પ્રેસકોન્ફરન્સ બોલાવવાનો નિર્ણય લીધો હતો. જેમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. આજે પણ ચૂંટણી પંચ તરફથી 12:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી પરંતુ તેમાં પણ ફેરફાર કરીને તેને 3 વાગ્યે પાછી ઠેલાવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તિસગઢ જેવા મોટા રાજ્યોમાં ભાજપની સરકાર છે. જ્યારે મિઝોરમમાં કોંગ્રેસ સત્તામાં છે. રાજસ્થાન, મધ્ય પ્રદેહ અને છત્તિસગઢમાં મુખ્ય રૂપે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુલાબલો રહેશે. ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકીય પક્ષોએ આ રાજ્યોમાં પોતપોતાની તૈયારીઓ શરૂ કરી જ દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *