ઈંસ્યોરંસ લેતા પહેલા જાણી લો આ વાત નહિ તો છેતરાઈ જશો ?

Spread the love

ઈંસ્યોરંસ લેતા પહેલા જાણી લો આ વાત નહિ તો છેતરાઈ જશો ?

આજે મોટાભાગના લોકો સુરક્ષિત જીવન માટે વીમો લેવાનું પહેલું પસંદ કરે છે. ગુજરાત રાજ્યમાં ઠેર-ઠેર વીમા એજન્ટો જોવા મળશે. જેમાં દરરોજ નવી નવી વીમા કંપનીઓ બજારમાં આવી રહી છે.આમુખ કંપનીઓ લોભામણી જાહેરાતો અને મોટું વળતર આપવાની લાલસા ગ્રાહકોને કે વીમાદારોને આપતી હોય છે તથા એજન્ટોને પણ મોટા પ્રમાણ માં કમિશન આપવાની વાતો કરેછે જેના કારણે આમુખ વાર લોકો લાલચમાં કેપછી લોભામણી જાહેરાતો માં આવી અમુક ડુપ્લીકેટ વીમા કંપનીની જાળમાં ભેરવાઈ જાયછે.હાલમાં એક એવો આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે.

વડોદરામાં આવેલ ટ્રાવેલ કંપનીના એક લક્ઝરી બસનો અકસ્માત થતા તેના બસ માલિકે ઇન્શયોરન્સ કંપનીઓ સંપર્ક કર્યો ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો. ન્યુ ઇન્ડિયા ઇન્શયોરન્સ કંપનીના નામે ડુપ્લિકેટ વીમાનું કૌભાંડ પકડાયું છે. અમદાવાદના પ્રવીણ જૈન અને કુલદીપ તિવારી ટુર એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓને નકલી પૉલિસી આપીને છેતરપિંડી કરતા હતા. ખોટા ડોક્યુમેન્ટના આધારે નકલી વીમો પધારવતા હતા. આ અંગે ક્રાઇમ બ્રાન્ચ અને એલિસબ્રીજમાં વીમા એજન્ટો સામે ફરિયાદ નોંધાવી છે.

વડોદારમાં લક્ઝરી બસના અકસ્માત બાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. 70 લાખનું થર્ડ પાર્ટી વીમાના નામે છેતરપિંડી આચર્યાનો આરોપ મૂકાયો છે.
આમ આપણે સૌએ ઇન્સ્યોરન્સ લેતા પહેલા કંપનીનું રજીસ્ટ્રેશન તથા તેની છાપ ,માર્કેટ માં તેની શાખ વગેરે વિષે અચૂક માહિતી મેળવી લેવી જોઈએ જેથી આપણી મેહનત થી જમા કરેલી પૂંજી  કે  પછી અમુક કાર્યો  માટે કરકસર કરી એકત્રિત કરેલી રકમ ને ગુમાવવાનો વારો ન આવે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *