કોઈપણ પોલીસ કર્મચારીએ બુટ પહેરી તથા હથિયાર સાથે જગન્નાથ મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ નહિ :સુપ્રીમકોર્ટ

Spread the love

કોઈપણ પોલીસ કર્મચારીએ બુટ પહેરી તથા હથિયાર સાથે જગન્નાથ મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ નહિ :સુપ્રીમકોર્ટ

પુરી જગન્નાથ મંદિરમાં ભક્તોના પ્રવેશ માટે લાઈન લગાવાના વિરોધમાં 3 ઓક્ટોબરે થયેલી હિંસા ને સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી લીધી છે,ન્યાયમૂર્તિ મદન બી લોકુર અને ન્યાયમૂર્તિ દિપક ગુપ્તાની પીઠે બુધવારે કહ્યું કે કોઈપણ પોલિસ કર્મચારીએ હથિયાર અને બુટ સાથે મંદિરમાં પ્રવેશ ન કરવો જોઈએ ત્યાંજ ઓડિસા સરકાર દ્વારા પીઠને સૂચિત કરાયું કે મંદિરમાં હિંસા ની બાબતે 47 લોકો ને પકડવામાં આવ્યા અને સ્થિતિ હવે કાબુમાં છે,રાજ્ય સરકારે પીઠને એ પણ કહ્યું કે મંદિર પરિસરની અંદર કોઈ હિંસા ન થઇ પણ મુખ્ય મન્દિરથી 500 મીટરે સ્થિત જગન્નાથ મંદિરમાં પ્રશાશનના ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો આ હુમલામાં તેને માઠું નુકસાન પહોંચાડવામાં આવ્યું. આ બાબતમાં હસ્તક્ષેપ કરવા વાળા સંગઠન માટે ઉપસ્થિત વકીલે પીઠ સામે દાવો કર્યો કે પોલીસ કર્મચારીઓ બુટ તથા હથિયાર સહ મંદિરમાં પ્રવેશી ગયા હતા.

પોલીસ અનુસાર જગન્નાથ મંદિરમાં જવા વાળા ભક્તો માટે લાઈન વ્યવસ્થા ની શરૂઆત કરવાના વિરોધમાં એક સામાજિક-સાંસ્કૃતિક સંગઠન દ્વારા જાહેર કરાયેલ 12 કલાકના બંધ અંતર્ગત 3જી ઓક્ટોબરે હિંસા થઇ ગઈ અને આની સાથે સાથે નવ પોલીસકર્મીઓ ઘવાઈ ગયા હતા,શ્રી જગન્નાથ સેના દ્વારા જાહેર કરાયેલ બંધ હિંસક પુરવાર થયો અને ભીડે પ્રશાશન (એસજેટીએ)ના ઓફિસ ને ભાંગી નાખ્યું ,મંદિરના એક અધિકારીએ કહ્યું કી લાઈન વ્યવસ્થા માત્ર પ્રયોગ માટે બનાવવામાં આવી હતી અને હવે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે કેમકે સ્થાનીય અને બહારના લોકો તેનો વિરોધ કરી રહયા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *