મહારાષ્ટ્ર ભારતમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પારદર્શી વ્યવસ્થા ઊભું કરનાર પ્રથમ રાજ્ય

Spread the love

ગુજરાતમાં આર.ટી.આઈ ના કાયદો “માહિતીનો અધિકાર અધિનિયમ” 2005 માં ભારતમાં લાગુ કરાયો આજે 13 વર્ષ થવાના પણ આ કાયદાનો ઉપયોગ કરવા નાગરિકો હજી પ્રેરાયા નથી. ઘણાને તો આ કાયદો જ શું છે… તેમાં નાગરિકોને શું ફાયદો,  એજ ખબર નથી..!! સરકારના દરેક કામોનો હિસાબ માંગી શકવાની સત્તા થી નાગરિકો અજાણ છે. પ્રચાર પ્રસાર કરવામાં પ્રશાસન આગળ આવતું નથી જે વિચારવા જેવી બાબત છે.

મહારાષ્ટ્ર માં પૂણા મહાનગરપાલિકા દ્વારા સર્વ પ્રથમ આર.ટી.આઈ માટે પ્રથમ અપીની વ્યવસ્થાને સુનિયોજિત કરવા તા. 31-07-2009 ના રોજ આર ટી આઈ કરનારા નાગરિકો માટે એક દિવસ સંપૂર્ણ પણે નિરીક્ષણ કરવા માટે ખુલ્લો મૂકી દેવાયો હતો. અરજીઓના સમયસર જવાબ નહીં મળતા પ્રથમ અપીલ ની અરજીઓમાં વધારો થતાં પૂણા મહાનગરપાલિકાએ આ ઝુંબેશ ચલાવી હતી જે સફળ રહી અને લોકોને પારદર્શતા મળી જેથી અરજીઓની સંખ્યામાં ઘટાડો થયો. પૂણા મહાનગરપાલિકાના પારદર્શી કાર્યપ્રણાલી અને આરટીઆઇ અરજીઓ પર તાત્કાલિક નિરાકરણ સહિત જવાબો સમયસર મળી રહેતા અરજીઓનો સમસર નિકાલ થઈ જતાં આ પ્રયોગ સફળ રહ્યો છે.

મહારાષ્ટ્ર સરકારના દરેક ક્ષેત્રમાં વધુ પારદર્શિતા આવે અને માહિતી અધિકાર અધિનિયમ હેઠળ આવતી અરજી, પ્રથમ અપીલ અને દ્વિતીય અપીલની સંખ્યા ઓછી કરવા સમગ્ર રાજયમાં દરેક સરકારી , અર્ધસરકારી, કચેરીઓ, કાર્યાલયો, નગરપાલિકા, મહાનગરપાલિકા જિલ્લા પરિષદ વગેરે સ્થળો ને પારદર્શી કરવા દર સોમવારે બપોરે 3 કલાક થી સાંજે 5 કલાક સુધી માહિતી અધિકાર અધિનિયમ 2005 અંતરાગત પૂણા મહાનગરપાલિકા મુજબ કાર્યવાહી અનુસાર માહિતીનું નિરીક્ષણ ઉપલબ્ધ કરવા સંકીર્ણ2018/પ્ર.ક્ર.45/કર્યા-6 તા.26-11-2018 ના રોજ પરિપત્ર જાહેર કરાયો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *