નવરાત્રીને લઇ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું,જુઓ કઈ વસ્તુ પર છે ચુસ્ત પ્રતિબંધ.

Spread the love

નવરાત્રીને લઇ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું,જુઓ કઈ વસ્તુ પર છે ચુસ્ત પ્રતિબંધ.

આદ્યશકિતમાં અંબાનો પર્વ એટલે નવરાત્રી શરૂ થઇ ગયો છે. આયોજકો પૂર જોશમાં તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે દરવખતની જેમ નવરાત્રિને લઇ પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. પોલીસ કમિશ્નરે બહાર પાડેલા જાહેરનામાનો ભંગ કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે જાહેરનામામાં ખાસ એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો તમે અશ્લિલ કૃત્ય કે અશ્લિલ ગીતો વગાડશો તો પોલીસ દ્વારા આકરા પગલા ભરવામાં આવશે

તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં નવરાત્રિનું આગવું મહત્વ છે, હાલ રાજ્યની સ્થિતિને જોતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે સરકાર કોઇ ઢીલ મૂકવા માંગતી નથી. નવરાત્રિને લઈ દરવખતે પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે. જેમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નરના આ જાહેરનામાનો ગરબાના આયોજકો, સંચાલકોને ખાસ રીતે અમલ કરવા જણાવ્યું છે. જે પણ ગરબાના આયોજકો, સંચાલકો કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરશે તેમના સામે કડક પગલા ભરવામાં આવશે.

રાજ્યમાં ઘણી જગ્યાએ આપણે જોયું હશે કે, રાહદારીઓ પાસેથી નવરાત્રિને લઇ બળજબરીથી તેમની પાસે પૈસા પડાવવામાં આવે છે, પરંતુ પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે રાહદારીઓ પાસેથી બળજબરીપૂર્વક નાણા નહીં ઉઘરાવી શકે. આ સિવાય સોસાયટી કે પાર્ટી પ્લોટોમાં અશ્લિલ કૃત્ય, અશ્લિલ ગીતો ન વગાડવા સૂચના અપાઇ છે. જાહેર જનતાને અગવડ ન પડે તેવા કૃત્યો અટકાવવા પોલીસ વિભાગને સૂચના અપાઇ છે. પોલીસ કમિશ્નરના આ જાહેરનામું 10થી 18 ઓક્ટોબર સુધી કડક અમલ કરવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *