વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનિલઅંબાણીની ચોકીદારી કરે છે : રાહુલ ગાંધી

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનિલઅંબાણીની ચોકીદારી કરે છે : રાહુલ ગાંધી

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ તમામ રાજકીય દળ મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજસ્થાનના ધોલપુર જઈને ચૂંટણી અભિયાનની શરૂઆત કરી છે. ધોલપુરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેનો ગઢ માનવામાં આવે છે.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ધોલપુરની રેલીમાં કહ્યુ કે સાડા ચાર વર્ષથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે અને રાજસ્થાનમાં વસુંધરા રાજે મુખ્યમંત્રી છે પરંતુ શું તેમણે રાજ્ય માટે કંઈ કર્યું.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ કે વડાપ્રધાન જ્યારે ચૂંટણી લડી રહ્યા હતા તો તેમણે કહ્યુ હતુ કે તેઓ દેશના વડાપ્રધાન નહીં ચોકીદાર બનશે પરંતુ તેમણે એ નહોતુ જણાવ્યુ કે તે કોની ચોકીદારી કરશે. નરેન્દ્ર મોદી આજે અનિલ અંબાણીની ચોકીદારી કરે છે.રાફેલ વિમાનની ડીલ તેમણે HAL પાસેથી છીનવીને અનિલ અંબાણીને આપી. આ ડીલમાં વડાપ્રધાને ભ્રષ્ટાચાર કર્યો છે. અનિલ અંબાણી પર 45,000 કરોડ રૂપિયાનુ દેવુ છે.

રાહુલ બોલ્યા કે અનિલ અંબાણીની પાસે રાફેલ વિમાન બનાવવાનો કોઈ અનુભવ નહોતો, ફ્રાન્સ સાથે થયેલી ડીલના 10 દિવસ પહેલા તેમની કંપની બની હતી. મોદી સરકારે ફ્રાન્સને સ્પષ્ટ કહ્યુ હતુ કે જો ડીલ થશે તો અનિલ અંબાણીની કંપનીની સાથે જ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *