શું તમારો સ્માર્ટફોન ખોવાઈ ગયો છે ? પાછો મેળવવા શું કરશો ? 

Spread the love

શું તમારો સ્માર્ટફોન ખોવાઈ ગયો છે ? પાછો મેળવવા શું કરશો ? 
આજકાલ સ્માર્ટફોનમાં ડેટા સેફ્ટી માટે વપરાશકર્તા ઘણા પ્રકારના લોક અને સિક્યોરિટી ફીચરનો વપરાશ કરતાં હોય છે. જો કે, ડેટાની સાથે ફોન ચોરી ન થાય તેની તૈયારી પહેલાંથી કરીને રાખવી જોઇએ. ઘણીવાર ફોન ચોરી થવાને કારણે યૂઝર નિરાશ થતાં હોય છે, પરંતુ ફોનમાં કેટલાંક સેટિંગની મદદથી ફોનના લોકેશન સુધી સરળતાથી પહોંચી શકાય છે.

બને તેમ યાદ રાખીને લોકેશન હંમેશા ON રાખાવાની આદત પાડો
બ્રાઉઝરમાં જઈ Google પર Find your phone સર્ચ કરો. અહીં જે પહેલી લિંક આવે તેને ઓપન કરો. તમને પોતાના ફોનનું મોડલ દેખાશે. અહીંયાથી તમે પોતાનું ફોનનું લોકેશન જાણી શકો છો, જો કે તે માટે ફોનનું GPS ઓન કરવાનું રહેશે.

ફોનને પાસવર્ડ નાંખીને લોક પણ કરી શકો છો. સાથે જ ફોન ફાઇન્ડ કરવા માટે ‘This phone is lost. Please help give it back’ મેસેજ નાખીને કોઇ બીજો ફોન નંબર પણ આપી શકો છો. તમે અહીંયાથી ફોનનો તમામ ડેટા પણ ડિલીટ કરી શકો છો.

Google સેટિંગ આ માટે મદદગાર સાબિત થાય છે
એન્ડ્રોઇડ ફોન યૂઝ કરવા માટે Gmail એકાઉન્ટ બનાવવું પડે છે. આ એકાઉન્ટની મદદથી ફોનમાં એપ્સ ઇન્સ્ટોલેશનની સાથે બીજા કામ પણ થતાં હોય છે. જ્યારે ફોનમાં એકાઉન્ટ લોગ-ઇન કરો છો ત્યારથી તમારી એક્ટિવિટી પણ સેવ થવા લાગે છે. જેમ કે તમે શું ડાઉનલોડ કર્યું? શું સર્ચ કર્યું ? કયા સોંગ-વીડિયો જોયા?

તમારા ફોનનું લોકેશન શું હતું? જેમાં ક્રોમ, એન્ડ્રોઇડ, સર્ચ, એડ, ઇમેજ સર્ચ, ગૂગલ ન્યૂઝની અલગ-અલગ કેટેગરી હોય છે. યૂઝર ઇચ્છે તો પોતાની એક્ટિવિટી અહીંયાથી ડિલીટ કરી શકે છે. તેના માટે My Activity પર જઇને જીમેલ લોગ-ઇન કરવાનું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *