સુરત શહેર પોલીસે રચ્યો ઇતિહાસ, પ્રથમવાર ક્રાઇમ બ્રાંચમાં મહિલા P.Iની નિમણુક

Spread the love

સુરત શહેર પોલીસે રચ્યો ઇતિહાસ, પ્રથમવાર ક્રાઇમ બ્રાંચમાં મહિલા P.Iની નિમણુક

સુરત શહેર પોલીસે ક્રાઇમ બ્રાંચમાં મહિલા પોલીસ ઇન્સપેક્ટરની નિમણૂક કરીને ઇતિહાસ સર્જ્યો છે.સુરત શહેર પોલીસનાં ઇતિહાસમાં પહેલીવાર આવી ઘટના બનવા પામી છે. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પી.આઈ.ની ક્રાઇમ બ્રાંચમાં નિમણૂક કરવામાં આવી છે.અડાજણ પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.કે.ચૌહાણની ક્રાઇમ બ્રાંચમાં નિમણૂક કરવામાં આવી અને તેમની સાથે પીઆઈ એ.એસ.પટેલની નિમણૂક કરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાંચમાં મહિલા પીઆઈની નિમણૂક થતા મહિલાઓ સંબંધિત કેસોનો ઉકેલ લાવવામાં સફળતા મળશે. કેટલાક કેસોમાં મહિલાની સંડોવણી હોય ત્યારે મહિલા અધિકારીની હાજરી જરૂરી થઈ પડે છે. આ વિશે પોલીસ કમિશનર સતીશ શર્માએ જણાવ્યું કે, “સુરતમાં પહેલીવાર ક્રાઇમ બ્રાંચમાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી છે.

તેઓ પહેલા અડાજણ પોલીસમાં ફરજ બજાવતા હતા.” શહેરમાં વ્યાપેલ બળાત્કારની ઘટના ના પ્રકરણને દબાવવા તથા ગુનેગારોમાં ભય ઉત્પન્ન કરવા માટે પણ આ એક સરસ પગલું ભરવામાં આવ્યુ છે.વળી મહિલા પોલીસ અધિકારી સમક્ષ છેડતી કે બળાત્કારની ભોગ બનેલ યુવતી અથવા મહિલા નિઃસંકોચપણે પોતાની આપવીતી પણ વર્ણવી શકેછે.જે મહિલાઓના આત્મવિશ્વાશમાં વધારો કરેછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *