444 વર્ષો બાદ અલ્હાબાદ ફરીથી પ્રયાગરાજ તરીકે ઓળખાશે : યોગી સરકાર

Spread the love

444 વર્ષો બાદ અલ્હાબાદ ફરીથી પ્રયાગરાજ તરીકે ઓળખાશે : યોગી સરકાર

યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મંગળવારે થયેલી કેબિનેટની બેઠકમાં અલ્હાબાદનું નામ બદલીને ફરીથી પ્રયાગરાજ કરી નાંખ્યુ છે. 444 વર્ષ પછી અલ્હાબાદનું નામ બદલીને ફરીથી પ્રયાગરાજ કરવામાં આવ્યું છે. પુરાણોમાં તેનિું નામ પ્રયાગરાજ જ હતું. અકબરના શાસનકાળમાં તેને અલ્હાબાદ કરાયું હતું.પૌરાણિક અને ધાર્મિક મહત્વને જોતા વર્ષોથી અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવાની માંગ ઉઠી હતી. જો કે કોઈ તે વાતને ગંભીરતાથી લેતું ન હતું. જ્યારે માર્ચ 2017માં યુપીમાં યોગી સરકાર બની તો તેઓએ વાયદો કર્યો હતો અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરી નાંખવામાં આવશે. જે બાદ અનેક સંતોએ તેમને આ વાયદો યાદ કરાવ્યો. અલ્હાબાદમાં મુખ્યમંત્રીએ આ જાહેરાતના અમલની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

રામચરિત માનસમાં અલ્હાબાદને પ્રયાગરાજ જ કહેવાયું છે. સંગમના પાણીથી પ્રાચીન કાળમાં રાજાઓનો અભિષેક થતો હતો, જેનો ઉલ્લેખ વાલ્મિકી રામાયણમાં પણ છે. વન જતાં સમયે શ્રી રામ પ્રયાગમાં ભારદ્વાજ રૂષિના આશ્રમ થઈને ગયા હતા. ભગવાન રામ જ્યારે શ્રૃંગ્વેરપુર પહોંચ્યા તો ત્યાં પ્રયાગરાજનો જ ઉલ્લેખ આવ્યો. સૌથી પ્રાચીન તેમ પ્રામાણિક પુરાણ મત્સ્ય પુરાણના 102 અધ્યાથી લઈને 107 અધ્યાય સુધી આ તીર્થના મહાત્મયનું વર્ણન છે. જેમાં લખાયું છે કે પ્રયાગ પ્રજાપતિનું ક્ષેત્ર છે જ્યાં ગંગા અને યમુના વહે છે.એક જમાનામાં અકબરનામા અને આઇને અકબરી વ અન્ય મોઘલકાળના ઐતિહાસિક પુસ્તકોથી ખ્યાલ આવે છે કે અકબરે સન 1574ની આસપાસ પ્રયાગરાજમાં કિલ્લાનો પાયો નાંખ્યો હતો. તેને ત્યાં નવું નગર વસાવ્યું જેનું નામ અલ્હાબાદ રાખ્યું. તે પહેલાં સુધી તે પ્રયાગરાજ તરીકે જ ઓળખાતું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *