ભાજપ રાજનીતિનો નવો યુવા ચહેરો અમિતસિંઘ રાજપૂતને મળી મધ્યપ્રદેશ પ્રચારની જવાબદારી.

Spread the love

ભાજપ રાજનીતિનો નવો યુવા ચહેરો અમિતસિંઘ રાજપૂતને મળી મધ્યપ્રદેશ પ્રચારની જવાબદારી.

અમિતસિંહ રાજપૂત દક્ષિણ ગુજરાતમાં ભાજપના ઉભરતા નવા સિતારા જેમની પાર્ટી પ્રત્યે નિષ્ઠા પૂર્વકની કાર્યદક્ષતા હાલ સારો સ્કોર કરી રહી છે. ભાજપના જુના ચહેરા સામે આ રાજનીતી નો નાયક સૌથી યુવા ચહેરો છે. પોતાની કાર્યશૈલીથી રાજનીતિના વળાંકો ને આગવી રીતે પાર કરી આજે કેન્દ્રના નેતાઓને પણ અમિત રાજપૂતમાં વિશ્વાસ કેળવાયો છે. સુરત ડિસેમ્બર 2017 માં વિધાન સભાની ચૂંટણી માં પોતાની સૂઝબૂઝ થી ધર્યા કરતા સારા પરિણામો લાવીને પોતાની ક્ષમતા સાબીત કારી હતી.

2017 ની વિધાન સભાની ચૂંટણી માં 163-લીંબાયત વિધાનસભામાં સંગીતાબેન પાટીલ ને જીતાડવા ખુબજ જરૂરી હતા. કરણ કે આ સમયે પણ ભાજપ થી મોહભંગ કરી કોન્ગ્રેસ પાર્ટી વતી શ્રી રવિન્દ્ર પાટીલ ઉભા રહયા હતા કે જેઓ લીંબાયત વિસ્તારમાં ખુબ બહોળા પ્રમાણમાં પ્રભુત્વ ધરાવે છે. બીજી તરફ ચૂંટણીમાં પ્રથમ વખત મનદુઃખ કરી ભાજપ છોડી શિવસેના વતી સમ્રાટ અભિમાન પાટીલ મરાઠી વોટબેંક તોડવા કમર કસી રહ્યા હતા.

સંગીતાપાટીલ માટે આ સમયે જીતવું ખુબ પડકારમય બની ગયું હતું.એક તરફ રવિન્દ્ર સુખલાલ પાટીલ કે જે પોતાનું ગુહસ્થાન લીંબાયત માંજ ધરાવે છે અને પોતાના કામો માટે ખુબ લોકપ્રિય પણ છે.જ્યા બીજી બાજુ યુવા નેતા સમ્રાટ અભિમાન પાટીલ જે લોકો માટે નવી આશા લઇ મેદાને ઉતર્યા હતા.

આમ આવા સ્પર્ધાત્મક વાતાવરણમાં વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવવો તે ભાજપ માટે પડકારરૂપ બની ગયો હતો પરંતુ ભાજપની આ આશાને ફળવા માટે અમિતસિંઘ રાજપૂત ની રણનીતિ ને ધાર આપવા આગળ આવ્યા હતા તેમને ભાજપના પ્રચાર પ્રસારમાં કોઈ પણ પ્રકારની કસર ના મુકતા લોકોનો વિશ્વાશ જીત્યો અને ભાજપને 163 વિધાનસભા લીંબાયત વિસ્તારમાં વિજય મેળવવામાં સિંહ ફાળો આપ્યો હતો.

ચૂંટણી-2017 ના પરિણામ માં જોઈ શકાય તેમ ડો.રવિન્દ્ર પાટીલે સંગીતા પાટીલને બરાબરની લડત આપી હતી.એક તરફ સંગીતાબેન પાટીલને 93,585 વોટ મળ્યા હતા ત્યાંજ બીજી બાજુ ડો.રવિન્દ્ર પાટીલને 61,634 વોટ મળ્યા હતા.આમ આવી કટ્ટર હરણફાળ લડત માં બીજેપી ને ફરી જીતાડી રાજનીતિ ની રણનીતિ નો શ્રેય અમિતસિંઘ રાજપૂત ને ફાળે જાય છે.
હાલ.. મધ્યપ્રદેશ ચૂંટણી ની ઘમાસાણ તૈયારી માં ફરી કેન્દ્ર સરકારે અમિત રાજપૂતને બુરહાન પુર મત ક્ષેત્ર માં પ્રચાર પ્રસાર ની જવાબદારી આપવામાં આવી છે. હાલ અમિત રાજપૂત મધ્યપ્રદેશ ના બુરહાનપુર મત ક્ષેત્રમાં પ્રચારમાં જોડાઈ ભાજપની જીત ને ફરી ટેકો આપવાની ગતિએ કામ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *