સુરત જિલ્લા ભીલીસ્તાન ટાયગર સેના પ્રમુખ ઉત્તમભાઈ વસાવા દ્વારા  ભાજપ નેતાઓ પર ભ્રષ્ટાચારના આકરા પ્રહાર

Spread the love

સુરત જિલ્લા ભીલીસ્તાન ટાયગર સેના પ્રમુખ ઉત્તમભાઈ વસાવા દ્વારા  ભાજપ નેતાઓ પર ભ્રષ્ટાચારના આકરા પ્રહાર

ઉમરપાડા વિસ્તારમાં ગંભીરભાઈ વસાવા ને સ્વચ્છ ભારત અભિયાન માટે કચરો તથા નકામી વસ્તુના નિકાલ માટે જે ટેમ્પો આપવામાં આવ્યો હતો તે ટેમ્પાનો ઉપયોગ તે દારૂની હેરાફેરી માટે ઉપયોગ માં લેવાતો હોવાની ફરિયાદ કરવા છતાં કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી તેમના પર કાર્યવાહી કરાય તે હેતુથી ભીલીસ્તાન ટાયગર સેના દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું જો સરકાર શ્રી તેમના પર એક મહિનાની અંદર કોઈ કાર્યવાહી ન કરે તો ભીલીસ્તાન ટાયગર સેના મોટી સંખ્યામાં એકત્રિત થઇ આંદોલન કરશે.

ભીલીસ્તાન ટાયગર સેનાએ મામલતદાર ની કચેરી પર મોટી સંખ્યામાં એકત્રિત થઈને “હમ હમારા હક માંગતે નહિ કિસીસે ભીખ માંગતે” ના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા તથા ભીલીસ્તાન ટાયગર સેના દ્વારા તમામ લગતા વળગતા અધિકારીઓ ને સૂચિત કરવામાં આવ્યું હતું કે ગંભીરભાઈ વસાવા પર કડકમાં કડક કાર્યવાહી કરે તથા આદિવાસી વિસ્તારને સ્વચ્છતા અભિયાન માટે આપાયેલ ટેમ્પો આદિવાસી જાતિને સુપરત કરે આવેદનપત્ર મામલતદાર કચેરી,કલેકટર કચેરી,વિકાસ વિભાગ ,જિલ્લા સચિવાલય તથા લાગતા વળગતા અધિકારીઓને મોકલી દેવામાં આવી છે અને આશા કરવામાં આવી છે કે આ બાબત નો તાત્કાલિક નિકાલ કરવામાં આવે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *