કેબલ સ્ટેઈડ બ્રીજના લોકાર્પણની ચીમકી આપનાર કોંગી નગરસેવકની અટકાયત, બ્રીજ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Spread the love

કેબલ સ્ટેઈડ બ્રીજના લોકાર્પણની ચીમકી આપનાર કોંગી નગરસેવકની અટકાયત, બ્રીજ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

એકતરફ પી.એમ મોદીના હસ્તે લોકાર્પણ કરવા ભાજપ શાસકો પ્રયત્ન કરી રહ્યા છે ત્યાં બીજીતરફ કેબલ બ્રીજના લોકાર્પણ કરવાની તારીખ આગામી 48 કલાકમાં નક્કી નહીં કરવામા આવે તો કોંગ્રેસ દ્વારા આ બ્રીજને ખુલ્લો મુકવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે.કેબલ સ્ટેઈડ બ્રીજના લોકાર્પણની તારીખ નક્કી ન થતી હોવાથી કોંગ્રેસી કોર્પોરેટરે ચીમકી આપી હતી કે 48 કલાકમાં જોઉદ્ઘાટન નો સમય નક્કી ના કરવામાં આવે તો અમે પોતે બ્રિજને ખુલ્લો મુકીશું.શહેરનો મહત્વાકાંક્ષી કેબલ સ્ટેઇડ બ્રીજના ઉદઘાટન અગાઉ રાજનીતિ શરૂ થઇ છે. જેથી પોલીસ દ્વારા બ્રીજ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.બીજી તરફ પોલીસે કોંગી કોર્પોરેટરની અટકાયત કરી હતી.

કોંગી કોર્પોરેટરદ્વારા આપવામાં આવી હતી ચીમકી

કોંગ્રેસના નગરસેવક દિનેશ કાછડીયાએ સોશ્યલ મીડિયામાં ભાજપ શાસકોને ખુલ્લી ચીમકી આપી હતી કે 48 કલાકમાં લોકાર્પણની તારીખ નક્કી નહીં થાય તો કોંગ્રેસ બ્રીજનું લોકાર્પણ કરી નાખશે.અઠવા-અડાજણને જોડતો રૂપિયા દોઢસો કરોડનાં ખર્ચે કેબલ સ્ટ્રેઇડ બ્રીજ દસ વર્ષમાં પૂર્ણ થયો છે. પરંતુ તેનાં લોકાર્પણ માટેની તારીખ હજુ જાહેર કરાઇ નથી.પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં સતત વધારો થઇ રહ્યા છે.

કેબલ સ્ટેઇડ બ્રિી ચાલુ ન થતાં અડાજણના પાંચ લાખ લોકોને સરદાર બ્રીજથી જ અઠવા તરફ જવાની નોબત આવી રહી છે. જેથી સવારે ટ્રાફિકના દ્રશ્યો સર્જાય છે. ત્યારે કેબલ સ્ટેઇડ બ્રિજના લોકાર્પણની તારીખ 48 કલાકમાં જાહેર ન કરે તો કોંગ્રેસ ખુલ્લો મુકી દેશે તેવી ધમકીના પગલે બ્રીજ પર પોલીસ કાફલો ગોઠવાયો હતો. પોલીસે દિનેશ કાછડીયાની અટક કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *