મુખ્યમંત્રી વિજયરૂપાણી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા , લોકાર્પણની તૈયારી માટેનો અહેવાલ મેળવ્યો

Spread the love

મુખ્યમંત્રી વિજયરૂપાણી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા , લોકાર્પણની તૈયારી માટેનો અહેવાલ મેળવ્યો

અગામી 31મી ઓક્ટોબરે વિશ્વની સૌથી ઉંચી સરદારની પ્રતિમા “સ્ટેચ્યૂ ઓફ યુનિટી” ના લોકાર્પણને હવે ગણતરીના દિવસો બાકી છે. હાલ તેના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સીએમ વિજય રૂપાણી અને ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ કેવડિયા કોલાની પહોંચી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાતે પહોચ્યા હતા, અને ત્યાં ચાલતી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે મોટા અધિકારીઓ જોડાઇને પ્રેઝેન્ટેશન નિહાળ્યું હતું. આ મુલાકાત દરમિયાન મુખ્ય સચિવ ડો. જે. એન.સિંહ મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન તેમજ પ્રતિમા નિર્માણ સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.હાલ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ તૈયાર છે. જેનું લોકાર્પણ 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. હાલ તેની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવવાના હોવાથી કેન્દ્રમાંથી અને રાજ્યની સચિવોની તમામ ટીમોએ આવી જરૂરી કામગીરીનું નિદર્શન કરી રિપોર્ટ મુખ્યમંત્રીને આપ્યો હતો. હવે તૈયારીના આખરી ઓપની સમીક્ષા કરવા સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સરદાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુની મુલાકાત લેવા કેવડિયા કોલોની પહોંચ્યા હતા. જ્યાં સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ટેન્ટ સિટીની વિઝીટ કરી જરૂરી તમામ માહિતી મેળવી હતી.

દેશના રાજ્યોના ગામોની માટીથી તૈયાર થનારા લેન્ડ સ્કેપ વોલ ઓફ યુનિટી અને 17 કી.મી લાંબી અને 230 હેક્ટરમાં ઉભી થનારી વેલી ઓફ ફ્લાવરનું જાતે નિરીક્ષણ કરીને વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે વિગતો મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *