ગુજરાતનું ગૌરવ ગણાતા ગીરજંગલના રાજાની મોતની પાછળ જવાબદાર કોણ..?

Spread the love

ગુજરાતનું ગૌરવ ગણાતા ગીરજંગલના રાજાની મોતની પાછળ જવાબદાર કોણ..?

ગીરમાં સદીની સૌથી મોટી આફત, માત્ર 19 દિવસમાં મોટાભાગે સિંહોના મોતનું કારણ જાણી ચોંકી જશો..ગીરના જંગલમાં સિંહોનાં જીવ ઉપર કેટલી હદે જોખમ છે તેનો બિહામણો ચિતાર વધુ ભયાવહ રીતે બહાર આવી રહ્યો છે. સિંહોનાં મૃત્યુને આપસી લડાઈ માં ખપાવવા મથતા વન તંત્રે આજે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે ગીરમાં 12મી સપ્ટેમ્બરથી 30મી સપ્ટેમ્બર સુધીમાં 21 સિંહોના મોત થયા છે.

ધારીના દલખાણીયા રેન્જમાં આવેલા સરસિયા વિસ્તારમાં વધુ 7 સિંહોના મોત નીપજતા સિંહોનો કુલ મૃત્યુઆંક 21 થતાં સનસનાટી મચી ગઇ છે. પૂનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના રિપોર્ટ મુજબ મૃતક સિંહો પૈકી ચાર સિંહના શરીરમાં વાયરસ જોવા મળ્યા છે. પરંતુ કયો વાયરસ છે તે અંગે વનતંત્રએ કોઇ સ્પષ્ટતા કરી નથી. આમ છેલ્લાં 19 દિવસમાં 21 વનરાજાઓએ જીવ ગુમાવ્યા છે. કહેવાય છે કે સિંહ પર આવેલી આ આફત સદીની સૌથી મોટી આફત છે.

સિંહ-શિક્ષણ અને ખેડૂતોને લઇ શંકરસિંહ વાઘેલાએ સરકાર પાર આકરા પ્રહારો કર્યા , મોટા આરોપ પણ માંડયા

છેલ્લાં 3 સપ્તાહથી માત્ર દેખાવ કરતા વનતંત્રે હવે ઊંઘમાંથી જાગી નિષ્ણાંતોની ટીમને બોલાવી છે, ઉપરાંત અમેરિકાથી પણ દવા મંગાવી છે. મુખ્ય વન સંરક્ષક વન્ય પ્રાણી વર્તુળ જૂનાગઢની સત્તાવાર વિગતો જ ચોંકાવનારા ઘટનાક્રમને બયાન કરી દે છે. 12મી સપ્ટેમ્બર થી 19મી સપ્ટેમ્બર સુધીમાં દલખાણીયા,જસાધાર રેન્જના 11 સિંહોનાં મોત થયા હતા. જેમાં 7 સિંહોના મૃતદેહ જંગલમાંથી મળેલા, જયારે 4ના સારવાર દરમ્યાન મોત થયા હતા. 20મી સપ્ટેમ્બરથી 30મી સપ્ટેમ્બર સુધીમાં દલખાણીયા રેન્જમાંથી રેસ્કયૂ કરી 10 સિંહોને લાવવામાં આવેલા જેના મોત થયાની વિગતો જાહેર થઈ છે. કહેવાય છે કે 7 સિહોના મૃજદેહ જંગલમાંથી કોહવાયેલા મળ્યા છે. 

ઈજા પામેલ, રેસ્કયૂ કરેલ તમામ સિંહોના લોહીના નમુના અને મૃત્યુ પામેલા સિંહોના ટિસ્યૂના નમૂના નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી પુના તરફથી મળેલા અહેવાલ મુજબ 4 સિંહોના શરીરમાં વાયરસનું પ્રમાણ જોવા મળેલ છે. જયારે 6 કેસોમાં વેટરનરી કોલેજ, જૂનાગઢથી તરફથી મળેલ અહેવાલ પ્રમાણે ટીકસથી ફેલાતા કેટલાક પ્રોટોઝોઆ ઈન્ફેકશન જોવા મળેલ છે.

પ્રોટોઝોઆ વાયરસ ઇન્ફેકશન કાયા પ્રકારનો રોગ છે ?
પ્રોટોઝોઆએ લોહીના રક્તકણને તોડી નાંખે છે,ગીરના સિંહોમાં અને ખાસ કરીને ગીર પૂર્વ વન વિસ્તારમાં સિંહોને પ્રોટોઝોઆ ઈન્ફેક્શન જોવા મળતા વન અધિકારીઓ ચોંકી ઉઠયા છે. જૂનાગઢની વેટરનરી કોલેજના આ રિપોર્ટ પ્રમાણે ટીક્સથી ફેલાતો પ્રોટોઝોઆ ઈન્ફેક્શન સિંહની ઈમ્યૂન સિસ્ટમ પર અસર કરે છે અને લોહીના રક્તકણોને તોડી નાખે છે. આ એકકોષીય સજીવ અમિબા છે. પ્રોટોઝોઆના રિપોર્ટ પછી કદાચ એ સિંહોની નબળી પડેલી ઈમ્યૂન સિસ્ટમને ફરીથી જનરેટ કરવા એ સિંહોને ઈટાવા અને દિલ્હી ઝૂથી આવેલા ડોક્ટરોની ટીમ દ્વારા વેક્સિનેશન કરવામાં આવે તેવી મજબૂત શક્યતા છે.સરસિયામાં માત્ર એક જ સિંહ બચ્યો ધારી ગીરના દલખાણિયા રેન્જની સરસીયા વીડી-વિસ્તારમાં 22 સિંહોનું ગ્રૂપ હતું. તેમાંથી 21 સિંહ મોતને ભેટતા હવે માત્ર 1 જ સિંહ બચ્યો છે.

વનવિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો સિંહોને બીમારી લાગૂ પડી અને તે બીમારી વનવિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને બીમાર હાલતમાં નજરે ચડ્યા હોત તો અને સમયસર સારવાર મળી હોય તો કદાચ આ આંકડો 21 પર પહોંચ્યો ના હોત.

શું હવે ગીરમાં સિંહ જોવા નહીં મળે ? એક જ રેન્જમાં આટલું મોટું ઇન્ફકેશન લાગવાનું કારણ શું ?
વનવિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર ગીરમાં કયારેય એક સાથે બીમારીના કારણે આટલા બાધ સિંહોના મોત થયા હોય તેવું પહેલી વખત બન્યું છે. આના માટે વન વિભાગે ઊંડાણપૂર્વક તપાસ કરવી એટલી જ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *