ભારતની અર્થવ્યવસ્થા માટે ઘાતક પુરવાર થઇ શકેછે અમેરિકાની વ્યાપાર નીતિ

Spread the love

ભારતની અર્થવ્યવસ્થા માટે ઘાતક પુરવાર થઇ શકેછે અમેરિકાની વ્યાપાર નીતિ

ભારત અને ચીનને વ્યાપાર સંરક્ષવાદ સામે લડવા માટે સહયોગને વધુ મજબૂત કરવાની જરૂરત છે. અમેરિકા દ્વારા અપનાવેલા એકપક્ષીય દષ્ટિકોણના કારણે ચીને તે ચિંતા વ્યક્ત કરી છે. ચીની દૂતાવાસે બુધવારે આ વાત કરી હતી. તેમને કહ્યું કે, અમેરિકા દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અને ઉચિત વ્યાપારના નામે એકતરફી વ્યાપાર સંરક્ષણવાદનો અભ્યાસ કરવો ના માત્ર ચીનના આર્થિક વિકાસને પ્રભાવિત કરશે, પરંતુ તેની સાથે વિશ્વ માર્કેટ અને ભારતની વધતી અર્થવ્યવસ્થામાં પણ બાંધા નાંખશે.ચીની દૂતાવાસના પ્રવક્તા કાઉન્સલર જી રોંગે કહ્યું, દુનિયાની સૌથી મોટા વિકાસશીલ દેશ અને સૌથી મોટું માર્કેટ ભારત અને ચીન બંનેને સુધાર અને વિકાસશીલ અર્થવ્યવસ્થાને સ્થિર કરવા માટે વિશ્વ માર્કેટની જરૂરત છે. રોંગ મીડિયા દ્વારા ટ્રેડ વોર પર અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા વિવાદ પર પ્રશ્ન પૂછી રહ્યાં હતા, તે સમયે તેમને આનો જવાબ આપ્યો.

પાછલા મહિને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચાઈનિઝ નિકાસ પર 200 બિલિયન યૂએસ ડોલર્સનું ટેરિફ લાદવામા આવ્યો હતો. આના જવાબમાં ચીને પણ અમેરિકન નિકાસ પર 60 બિલિયન ડોલરનું ટેરિફ લગાવ્યું હતું.રોંગે કહ્યું, વર્તમાન પરિસ્થિતિઓને જોત ભારત અને ચીને ‘વ્યાપાર સંરક્ષણવાદ’થી લડવા માટે એક-બીજાનું સહયોગ વધારવાની જરૂરત છે. તેમને બહુપક્ષીય વ્યાપાર વ્યવસ્થાને બચાવવા માટે કહ્યું કે, આ મામલે ભારત અને ચીનનું સહિયારૂ હિત છે. તેમને પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગના નિવેદનો ટાંક્યા હતા.તેમને કહ્યું કે,ચીન પર તે આરોપ લગાવવામા આવે છે કે, તેઓ વિકાસશીલ દેશોને દેવાની જાળમાં ફસાવે છે, અસલમાં આ માત્ર બે દેશો વચ્ચે ઝગડો કરાવવાનો પ્રયત્ન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *